નડિયાદ શ્રી સંતરામ મંદિર સંચાલિત અને પરમ પૂજ્ય મહંત શ્રી રામદાસજી મહારાજ ની પ્રેરણાથી અને સંત શ્રી નિર્ગુણદાસજી મહારાજના સાનિધ્યમાં અને કો – ઓર્ડીનેટર રાહુલભાઈ દવેની આગેવાની હેઠળ ચાલતા શ્રી સંતરામ ચાઈલ્ડ બ્રેઈન ડેવલોપમેન્ટ સેન્ટર (તપોવન) માં ૨૩ મી બેન્ચનો પદવીદાન સમારોહ યોજાયો. તેમાં પ.પૂ મહંત શ્રી રામદાસજી મહારાજ અને સંત શ્રી નિર્ગુણદાસજી મહારાજ તથા ઉપસ્થિત સંતશ્રી ઓ અને મહેમાનોના હસ્તે ૧૫૦ બાળકોને તેમના જીવનનું પ્રથમ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું. જેમાં પરમ પુજ્ય મહંત શ્રી રામદાસજી મહારાજે બાળ માનસ વિકાસની જાગૃતિ લાવી ભાવિ પેઢીમાં વક્તિત્વ નિર્માણ થાય, તેજસ્વી બને, આદર્શ બને, પારિવારિકથી માંડી રાષ્ટ્રીય કક્ષાએ બાળકનું જીવન આદર્શ, સંસ્કારી બને તેના વિશે આશીર્વચન પાઠવ્યા હતા.
પરમ પૂજ્ય મહંત શ્રી રામદાસજી મહારાજ દ્વારા “ગર્ભસ્થ શિશુની કેળવણી” તર્પણા ભૌમિક વ્યાસ દ્વારા લખાયેલ અને સંતરામ મંદિર દ્વારા પ્રકાશાયેલ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું. અને જણાવ્યું હતું કે ગર્ભસ્થ શિશુના શિક્ષણ અંગેની માહિતી હાથ વગી રહે અને ગર્ભવતી બહેનો પોતાની જાતે જ માર્ગદર્શન મેળવી શકે તે માટે આ અંગેના એક માર્ગદર્શક “ગર્ભસ્થ શિશુની કેળવણી” પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું. પરમ પૂજ્ય મહંત શ્રી રામદાસજી જણાવ્યું હતું કે દરેક દંપતીએ આ પુસ્તક અવશ્ય વાંચવું જોઈએ અને ઉચ્ચ આત્માને આહવાન કરવા અંગેની સમજ પણ ખૂબ જ સરળ ભાષામાં આ પુસ્તકમાં આલેખન કરવામાં આવ્યું છે અને આ પુસ્તક સગર્ભા માતાઓને ખૂબ જ ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડશે તથા ભાવિ પેઢી સંસ્કૃત બને અને ઉત્તમ સમાજનું સર્જન થાય તેવા આર્શિવાદ પાઠવ્યા હતા. સંત શ્રી નિર્ગુણદાસજી મહારાજે બાળક તેના જીવનમાં બુદ્ધિ અને મનનો સમન્વય કરી આધ્યાત્મિક ઉન્નતિ અને વિકાસ સાધી શકે તેવા શુભાષીશ પાઠવ્યા હતા.
નરેશ ગનવાણી : નડિયાદ
નડિયાદ સંતરામ ચાઈલ્ડ બ્રેઈન ડેવલોપમેન્ટ સેન્ટરમાં ૨૩ મી બેન્ચનો પદવીદાન સમારોહ યોજાયો.
Advertisement