Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડીયાદ : ફાગવેલ પાસે જેસીબીએ મોટરસાયકલને ટક્કર મારતા બે યુવાનોના મોત નીપજ્યા

Share

ફાગવેલ પાસે નંબર વગરના જેસીબીએ મોટરસાયકલને ટક્કર મારતા બે યુવાનોના જીવ ગયા છે. કઠલાલ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

કઠલાલ પાસે અમદાવાદ-ઈન્દોરને જોડતો હાઈવે પર ગઇકાલે રાત્રે  ફાગવેલ નજીક હાઈસ્કૂલ પાસે  નંબર વગરના જેસીબીએ
મોટરસાયકલને ટક્કર મારી હતી. જેથી મોટરસાયકલના ચાલક અને પાછળ બેઠેલા વ્યક્તિ બન્ને રોડ પર પટકાયા હતા.શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેથી બન્નેના ઘટના સ્થળે કરુણ મોત નિપજ્યા હતા.‌ પોલીસની તપાસમા આ મરણજનાર મૃતક સંજય સુનિલભાઈ રાઠોડ અને તેના મિત્ર વિપુલ ભવાનભાઈ
ચૌહાણ (રહે.મપારીયા) હોવાનુ સામે આવ્યું હતું. આ સમગ્ર બનાવ સંદર્ભે સંજયના કૌટુંબિક સોમાભાઈ ધુળાભાઈ રાઠોડ (રહે.ફાગવેલ)એ કઠલાલ પોલીસમાં ઉપરોક્ત નંબર વગરના જેસીબી ચાલક સામે ફરિયાદ નોંધાવી છે. આવા નંબર પ્લેટ
વગર દોડતા વાહનો પર અંકુશ ક્યારે આવશે ? આરટીઓ  વિભાગ આ મામલે કાર્યવાહી કરે તેવી માંગ લોકોએ કરી છે.

Advertisement

નરેશ ગણવાણી: નડીયાદ


Share

Related posts

ભરૂચ ઉત્થાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા યુપીએલ યુનિવર્સિટી વાલીયા ખાતે ધો. 10 અને 12 વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક કારકિર્દી માર્ગદર્શન અપાયું

ProudOfGujarat

નેત્રંગ તાલુકાના કેલ્વીકુવા ગામે રસ્તાની બાજુમાં બ્લોક નાંખવાના કામમાં ભ્રષ્ટચારની બૂમ

ProudOfGujarat

ડાંગ બ્રેકીંગ:ગોલ્ડન ગર્લ સરિતા ગાયકવાડની વધુ એક સિધ્ધિ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!