નડિયાદના કિશોરપુરા ગામની ૨૦ વર્ષિય પરીણીતાએ તેના પતિ,
સાસુ-સસરાના ત્રાસથી કંટાળીને પરિણીતાએ પોતાની સાસરીમાં ઘરના શૌચાલયમાં ગળાફાંસો ખાઇ લેતા ચકચાર મચી છે. મૃતક દિકરીના પિતાએ તેણીના સાસુ-સસરા સામે ચકલાસી પોલીસમા ગુનો નોંધાવ્યો છે.
ઠાસરા તાલુકાના ગોળજ ગામે રહેતા નરેન્દ્રભાઈ બુધાભાઇ રાઠોડની સૌથી મોટી દિકરીના લગ્ન ગયા વર્ષે વડતાલ પાસેના કિશોરપુરા ગામે રહેતા જયરાજસિંહ પ્રવિણભાઇ પરમાર સાથે થયા હતા. સસરા સસ્તા અનાજની દુકાન ચલાવે છે. લગ્નના થોડા માસ બાદ પરિણીતાને તેણીના સાસુ જણાવતા કે, તું તારા ઘરેથી કઈ લાવેલ નથી. તો પતિ પણ તેણીની પર વહેમ રાખતો હતો. બાબતે માથાકુટ થતાં પરિણીતાએ જે તે સમયે ગળાફાંસો ખાવાની કોશિશ કરી હતી. જોકે દિકરીનું ઘરસંસાર બગડે નહીં તે હેતુસર દિકરીના માવતર તેણીને સમજાવતા હતા. નરેન્દ્રભાઈ બુધાભાઇ રાઠોડ કેન્સરની બીમારીથી પીડાતા હતા. ગત ૨ એપ્રિલના રોજ નરેન્દ્રભાઈ અમદાવાદ ગયા હતા. પિતા, ભાઈ અને કાકા સાથે છેલ્લી વાત કરી આ સમયે પરીણીતાએ તેના સસરાના મોબાઈલ ફોન પરથી પોતાના પિતાને ફોન કરી જણાવ્યું કે, મારે તમારી સાથે આવવું છે, આ પછી તેના ભાઈ સાથે વાત કરી હતી અને ભાઈને કહ્યું ‘ પપ્પાને સાચવજે’ બાદમાં તેણીએ કાકા સાથે વાત કરીને કહ્યું કે ‘કાકા તમે મારા પપ્પાને સાચવજો’ તેમ કહી ફોન કટ કરી દીધો હતો. બાદમાં ફોન સ્વિચ ઓફ બોલતા નરેન્દ્રભાઈ રાઠોડે પડોશમાં રહેતા કાકી સાસુ મારફતે સંપર્ક કરતાં પરિણીતાના સાસુએ કહ્યુ કે તે ઘરના શૌચાલયમાં ગઈ હતી અને એ બાદ આ શૌચાલયનો દરવાજો ખોલતી નથી. આ બાદ દરવાજો તોડી ગળાફાંસો ખાવાની કોશિશ કરી હોવાનું જાણ થઈ હતી. અમે તેણીને દવાખાને લઈ જઈએ છીએ. આ બાબતની જાણ પરિણીતાના માવતરને થતાં તેઓ તુરંત દિકરીની સાસરી વડતાલ પાસેના કિશોરપુરા ગામે આવ્યાં હતા. પહોંચેલા નરેન્દ્રભાઈ રાઠોડે પોતાની દિકરીને મરણ ગયેલી હાલતમાં જોઈ ચોકી
ઉઠ્યાં હતા અને આ બાબતે તેણીના પતિ, સાસુ, સસરા કોઈ વ્યવસ્થિત જવાબ ન આપતાં આ મામલે નરેન્દ્રભાઈ રાઠોડે દિકરીના સાસુ મેઘાબેન પ્રવિણભાઇ પરમાર, સસરા પ્રવિણભાઇ પ્રભાતભાઈ પરમાર અને જમાઈ જયરાજસિંહ પ્રવિણભાઈ
પરમાર તમામ રહે. કિશોરપુરા, વડતાલ, તા.નડિયાદ સામે ચકલાસી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે દુષ્પ્રરણનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
નરેશ ગનવાની: નડીયાદ