Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદના ફતેપુરા રોડ પર બે બાઇક સામસામે અથડાતાં બે નાં મૃત્યુ.

Share

નડીયાદ ચકલાસી ભાગોળ -ફતેપુરા રોડ ઉપર રાત્રે  બે બાઇક સામ સામે અથડાતાં અકસ્માત સર્જાયો હતો. નડિયાદ કિશન સમોસાના ખાંચામાં આવેલ એ.બી એવન્યુ પાસે બોર કૂવા ઉપર રહેતા લાલાભાઇ
રમણભાઇ તળપદાનો પુત્ર સુરેશ (ઉ.૨૦) બુધવારે ચૈત્રી આઠમ નિમિતે  માતાજીના માંડવા પ્રસંગે‌ દર્શનાર્થે પોતાની બાઇક લઇને જવા નીકળ્યા હતા. રાત્રે  ઘરેથી સુરેશ પોતાનું બાઇક લઇને ચકલાસી ભાગોળ ખાતે માતાજીના દર્શન કરવા જવછું તેમ કહીને નીકળ્યો હતો. સુરેશ  ફતેપુરા રોડ ઉપર શુભમ સોસાયટી પાસે સામેથી આવતાં બાઇક સાથે અથડાવતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં બંને બાઇક ચાલકોને ગંભીર ઇજાઓ થઇ હતી. ગંભીર રીતે ઘવાયેલા બાઇક ચાલક સુરેશ અને બીજા બાઇક ચાલક રાકેશ રમેશ તળપદાને ૧૦૮માં સારવાર અર્થે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જયાં ફરજ પરના ડોકટરે બંનેને તપાસતાની સાથે બંનેને મૃત જાહેર કર્યા હતા. મૃતક રાકેશની બાઇક પાછળ બેઠેલ તરૂણને પણ શરીરે ગંભીર ઇજાઓ થતાં તેઓને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે. આ સંદર્ભે મૃતક સુરેશના પિતા લાલાભાઈ તળપદાની ફરિયાદના આધારે નડિયાદ શહેર પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

ન્બરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

આરટીઓ ઇન્સપેકટર જે.વી.શાહનું શિક્ષણમંત્રીના હસ્તે સન્માન

ProudOfGujarat

ProudOfGujarat

ભરુચ પંથકમાં બેવડી ઋતુને કારણે વાયરલ ઇન્ફેકશનનો કહેર વધ્યો..!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!