Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદમાં રામ જન્મોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નીકળી

Share

નડિયાદ રામ નવમી પર્વ પ્રસંગે મર્યાદા પુરૂષોત્તમ શ્રી રામ ભગવાનનો જન્મોત્સવ ધામધૂમ ઉજવાયો હતો. આ નિમિતે નગરના સંતરામ મંદિરના પટાંગણમાંથી હિન્દુ ધર્મ સેના દ્વારા ભગવાન શ્રી રામની વાજતે ગાજતે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. આ શોભાયાત્રામાં અખિલ ભારતીય રાષ્ટ્રીય અધ્યક્ષ અવિચલદાસજી મહારાજ, અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ નૌતમ સ્વામી, ધારાસભ્ય પંકજ દેસાઇ, જિલ્લા ભાજપ પ્રમુખ અજય બ્રહ્મભટ્ટ,  કાર્યકરો સહિત મોટી સંખ્યામાં ભાઇઓ બહેનો જોડાયા હતા.

શોભાયાત્રા નગરના વિવિધ માર્ગો ઉપર ફરી હતી. શોભાયાત્રાનું ઠેર ઠેર ભક્તો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. જય શ્રી રામ નાદ સાથે નીકળેલી શોભાયાત્રામાં ભગવાન શ્રી રામ વેશભૂષા, હનુમાનજી દાદાની વેશભૂષાએ આકર્ષણ જમાવ્યું હતું. શોભાયાત્રામાં  ટ્રેક્ટર, કાર, ટેમ્પા સહિત વિશાળ સંખ્યામાં કેસરી ધજાઓ સાથે ભાઇઓ અને બહેનો જોડાયા હતા. નગર રામમય બની ગયું હતું. આ ઉપરાંત વસોમાં રામજી મંદિરમાંથી શોભાયાત્રા નીકળી હતી. વિવિધ માર્ગો ઉપર ફરી હતી જયારે નડિયાદ શહેરમાં સાંઇબાબાની શોભાયાત્રા નીકળી હતી. જિલ્લાના તમામ મંદિરોમાં ભગવાન શ્રી રામનો જન્મોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. ભગવાનને અન્નકૂટ, મહાઆરતી સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. રામ નવમી નિમિતે નીકળેલી શોભાયાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે જિલ્લા પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. નડિયાદ સહિત જિલ્લામાં ભગવાન શ્રી રામની નીકળેલી શોભાયાત્રા શાંતિ પૂર્ણ રીતે સંપન્ન થઇ હતી.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

વલસાડ : પ્રફુલભાઈ શુકલની 816 મી ભાગવત કથામાં આજે નૃસિંહ પ્રાગટય ઉત્સવની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

ભરૂચની સબજેલમાં આજે સવારે સારવાર અર્થે લાવેલા કેદીનું મોત થયું હોવાની સત્તાવાર માહિતી મળી છે.

ProudOfGujarat

ભરૂચ APMC માં લાગેલ આગને પગલે રાજકીય વાતાવરણ ગરમાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!