Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ : કપડવંજ પાસે નર્મદા નહેરની મધ્યમાં સગીરાએ છલાંગ લગાવી મોતને વ્હાલું કર્યું

Share

નડિયાદનાં કપડવંજ તાલુકામાંથી પસાર થતી નર્મદા નહેરમાં વધુ એક યુવતી નહેરના પુલ પરથી નહેરમાં ભૂસકો મારી મોતને વહાલું કર્યું હોવાની ઘટના બની  છે. આ બનાવ અંગે સ્થાનિક નાગરિકો પાસેથી મળતી વિગતો અનુસાર કઠલાલ તાલુકાના કાણીયેલ તાબાના વડવાડામાં રહેતા પરબતભાઈ ગોરધનભાઈ સોઢા પરમાર જે કન્સ્ટ્રકશન કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેના પરિવારમાં પત્ની ૧૭ વર્ષની દીકરી અને ૧૨ વર્ષના દીકરા સાથે રહે છે. પરબતભાઈ દરરોજની જેમ આજે કામ અર્થે ડાકોર પાસે આવેલ રખિયાલ ખાતે કન્સ્ટ્રકશન કામ અર્થે ગયા હતા જ્યારે તેમના પત્ની ખેતરના કામમાં રોકાયેલા હતા. ત્યારે પરબતભાઈ આજે પોતાનું બાઈક લઇ ગયા ન હતા. તે બાઈક દીકરી રીટા ઘરેથી કોઈને કહ્યા વગર લઇ નીકળી ગઈ હતી. નહેરથી બે કિલોમીટરના અંતરે આવેલા દાસલવાડા ગામ પાસે બાઈક સ્લીપ ખાઈ જતા રસ્તે જતાં રાહદારીઓ તેણીને ઊભી કરી હતી. પોતાના ઘરથી ૧૨ કિલોમીટરના અંતરે આવેલી નર્મદા નહેરની મધ્યમાં બાઇક પાર્ક કરી બુધવારે બપોરના 1 વાગ્યાના અરસામાં નહેરમાં છલાંગ લગાવી મોતને વહાલું કર્યું હતું. ઘટનાની જાણના થતાં લોકોના ટોળેટોળા અને પરિવારજનો બનાવ સ્થળે દોડી આવ્યા હતા. બીજી તરફ બનાવના પગલે સ્થાનિક તરવૈયા ટીમ દ્વારા યુવતીનો મૃતદેહ શોધવા કવાયત હાથ ધરી હતી પરંતુ ઢળતી સાંજ સુધી યુવતીનો મૃતદેહ મળી આવ્યો ન હતો. સગીરાએ કયા કારણોસર નહેરમાં ઝંપલાવ્યું તે કારણ હજુ પણ અકબંધ છે. સગીરા સીવણનો વ્યવસાય અને ઘરની કરિયાણાની દુકાનનું કામકાજ સંભાળતી હોવાનું જાણવા મળ્યું છે.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

શેઠ પી.ટી.આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ, ગોધરા દ્વારા “પક્ષીઓની ઓળખ” અને “સાયન્સ વિથ ફન” વિષય પર ઓનલાઈન કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

નડિયાદ મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ કચેરી દ્વારા રેલી યોજાઈ.

ProudOfGujarat

માંગરોળ ઉત્તરવાહિની પરિક્રમામાર્ગ ગંદકીથી ઉભરાયો, પરિક્રમાવાસીઓએ સેવાભાવિ સંસ્થાઓની સેવા લજવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!