Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડતાલધામ ખાતે દ્વિ શતાબ્દી મહોત્સવ અંતર્ગત ચૈત્રી સમયાનો પ્રારંભ કરાયો.

Share

ચૈત્ર સુદ નોમ એટલે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજીનો પ્રાગટ્ય દિવસ અને ભગવાન શ્રી સ્વામિનારાયણ નો ૨૪૨ પ્રાગટ્ય ઉત્સવ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ ખાતે દ્વિશતાબ્દી મહોત્સવના ઉપક્રમે ચૈત્ર સુદ નોમથી પૂનમ સુધી ભગવાન શ્રી સ્વામિનારાયણ બાંધેલ ચૈત્રી સમૈયાનો પ્રારંભ થયો હતો અને શ્રી હરિના ૨૪૨ માં પ્રાગટ્ય દિન અંતર્ગત સવારે મંગળા આરતી બાદ મંદિરમાં બિરાજમાન દેવોને સવારે ૬ થી ૭:૩૦ વાગ્યા સુધી આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજ તથા મોટા લાલજી પુ. સૌરભ પ્રસાદજી મહારાજ તથા નાના લાલજી મહારાજ તથા મંદિરના બ્રહ્મચારી હરીસ્વરૂપાનંદજી હસ્તે દેવોને કેસર મિશ્રિત દ્રવ્યોથી અભિષેક કરવામાં આવ્યો હતો.

આ પાટોત્સવના યજમાન મેતપુરના પટેલ વસંતભાઇ મંગળદાસ મુખી પરિવાર હતાં. અભિષેક બાદ સવારે ૧૧ કલાકે દેવોને પેંડા અને બરફીનો અન્નકૂટ ધરાવામાં આવ્યો હતો. સાથે સાથે ભગવાન શ્રી હરિનો ૨૪૨ મો પ્રાગટ્ય દિન હોય રાત્રે ૧૦:૧૦ કલાકે સ્વામિનારાયણ સંપ્રદાયના તમામ મંદિરોમાં ભજન મંડળીઓની રમઝટ સાથે શ્રી હરિના જન્મદિનની ભારે હર્ષોલ્લસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. રાત્રે જન્મોત્સવની આરતી બાદ સૌ ભક્તોને પંચાજીરીનો પ્રસાદ વહેંચવામાં આવ્યો હતો.

ભગવાન શ્રી સ્વામિનારાયણે પોતાના આશ્રિતોને કાર્તિકી અને ચૈત્રી સમૈયામા વડતાલ આવવાની આજ્ઞા દીકરી છે. ડો.સંત સ્વામી અને નૌતમ સ્વામીએ  વડતાલ અને સંપ્રદાયનો મહિમા કહ્યો હતો. વડાતલ સંસ્થા દેશ વિદેશમાં વિસ્તાર પામી રહી છે તે આ પુણ્યભૂમિનો પ્રતાપ છે. આપણા જીવનનો આ અમૂલ્ય સમય છે જે દેવની ધજા નીચે કથા શ્રવણ કરવાનો અવસર મળી રહ્યો છે. આ સમૈયામાં પ્રારંભ ભક્તચિંતામણી પરચા પ્રકરણ કથાનું આયોજન કરવામાં આવેલ છે. કથાના વક્તા શાસ્ત્રી નારાયણ ચરણદાસ  (બુધેજવાળા) તથા શાસ્ત્રી માનસપ્રસાદદાસજી સાવદાવાળા કથાનું રસયાન કરાવશે કથા નો સમય સવારે ૮:૩૦ થી ૧૧:૩૦ તથા બપોરે ૩:૩૦ થી ૬:૩૦ રાખવામાં આવેલ છે.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

સુરત : સરથાણા વિસ્તારમાં ચાલતા ગેરકાયદેસરના બાયોડીઝલના પંપ પર પોલીસના દરોડા..!

ProudOfGujarat

સુરતના નિવૃત્ત પોલીસ કમિશનર સતીષ શર્માના બેંક એકાઉન્ટમાંથી ગઠિયાઓ પાસવર્ડ મેળવી હજાર રૂપિયાની છેતરપિંડી કરી ગયાની ફરિયાદ સાયબર સેલમાં દાખલ થઇ છે.

ProudOfGujarat

ભરૂચના નબીપુર ગામે ચિકન ગુનિયાના ૭ જેટલા શંકાસ્પદ કેસોથી તંત્રમાં દોડધામ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!