Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ જિલ્લા જેલમાં કાચા કામના કેદીએ જેલમાં કર્યો આપઘાત.

Share

નડિયાદ જિલ્લા જેલમાં માનસિક રોગથી પીડાતા કાચા કામના કેદીએ ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરતાં ચકચાર મચી જવા પામી છે.

નડિયાદ જિલ્લા જેલ ખાતે મર્ડર કેસમાં કુલ ૮ આરોપીઓ જેલમાં સજા કાપતા હોય વર્ષ 2020 માં જે અંતર્ગત સંજય પરમાર નામના એક કેદીએ રાત્રિના બે વાગ્યે જેલના વોશરૂમમાં જઇ ચાદરનો છેડો ફાડી વેન્ટિલેશન સાથે લટકી જઈ આત્મહત્યા કરી લીધાનું જેલરે જણાવ્યું છે. આ કેદી માનસિક રોગથી પીડાઈ રહ્યો હતો અને છેલ્લા બે વર્ષથી નડિયાદ જિલ્લા જેલમાં મર્ડર કેસમાં સજા ભોગવી રહ્યો હતો. આ બનાવની જાણ થતા જેલર સહિતના અધિકારીઓ અને નડિયાદના એસ.પી તેમજ પ્રાંત અધિકારી પણ દોડી આવ્યા હતા આ કેદીના મૃતદેહને સંભાળી આગળની તજવીજ હાથ ધરેલ છે.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

પંચમહાલ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતમાં સસ્તી વિજળી કરવા કલેકટરને આવેદનપત્ર પાઠવાયું.

ProudOfGujarat

લીંબડી તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા વિકાસ અધિકારીને આજે તલાટી મંડળ દ્વારા પડતર માંગણીઓને લઇને આવેદનપત્ર અપાયું.

ProudOfGujarat

પ્રજાસત્તાક પર્વની ઉજવણીના સુચારૂ આયોજન અંગે જિલ્લા કલેક્‍ટરશ્રી સંદિપ સાગલેના અધ્‍યક્ષપદે મળેલી બેઠક

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!