ધી નડિયાદ એજ્યુકેશન સોસાયટી સંચાલિત સી.બી. પટેલ આર્ટસ કોલેજ, નડિયાદમાં વાર્ષિકોત્સવ નું આયોજન શનિવારે ના રોજ થયું હતું. સી.બી પટેલ આર્ટસ કોલેજ,નડિયાદના પ્રાંગણમાં યોજાનાર આ વાર્ષિકોત્સવમાં નડિયાદ સંતરામ મંદિરના પરમપૂજ્ય સંત શ્રી નિર્ગુણદાસજી મહારાજ તેમજ ઉમરેઠ સંતરામ મંદિરના પરમ પૂજ્ય સંત શ્રીગણેશદાસજી મહારાજ આશીર્વાદ આપવા પધારી કોલેજ પરિવારને કૃત કૃત્ય ર્ક્યા. ઉપરાંત સરદાર પટેલ યુનિવર્સિટીના કા. વાઇસ ચેન્સલર પ્રો.નિરંજનભાઇ પટેલ મુખ્ય અતિથિ રુપે પધારી વિદ્યાર્થીઓને વિશિષ્ટ ઉદ્બોધન કરી કાર્યક્રમની શોભા વધારી હતી. તથા ધી નડિયાદ એજ્યુકેશન સોસાયટીના મંત્રી ભૂપેન્દ્રભાઇ દેસાઈના અધ્યક્ષિય પ્રવચન વિદ્યાર્થીઓ તથા સમગ્ર કોલેજ પરિવારને પ્રેરકબળ પૂરું પાડનાર બની રહ્યું સહમંત્રી ચન્દ્રકાન્તભાઇ પટેલ તથા તથા ખજાનચી પુરુષોત્તમ ભાઇ પટેલ તેમજ અન્ય શ્રેષ્ઠિઓ તથા ભગિની સંસ્થાના આચાર્યઓ-અધ્યાપકઓ તથા નિમંત્રિત મહાનુભાવોની બહોળી ઉપસ્થિતિમાં તેમજ તમામ વિદ્યાર્થીઓની હાજરીમાં આ દબદબાભેર વાર્ષિકોત્સવ આયોજિત થયો હતો. કોલેજના આચાર્ય પ્રો. ડો. મહેન્દ્રકુમાર દવે સર દ્વારા વિદાય લેતા વિદ્યાર્થીઓને આપેલ દિક્ષાંત પ્રવચનમાં શિક્ષાની જગ્યાએ દિક્ષા મેળવી સમાજ ઉપકારક બનવાની હાકલ કરી હતી.
આચાર્યના વિશિષ્ટ માર્ગદર્શન અને પ્રોત્સાહનથી આ કાર્યક્રમનું સફળ આયોજન થયું હતું, જેમાં વર્ષ દરમ્યાન કોલેજમાં થયેલ વિવિધ આયોજનો – ગતિવિધિના આલેખન ઉપરાંત કોલેજના શ્રેષ્ઠ વિદ્યાર્થીઓને તથા ઈન્ટરનેશનલ પત્રિકામાં અર્થશાસ્ત્રના વિદ્યાર્થીઓના પ્રકાશિત લેખ બાબતે સર્ટિફિકેટ તથા ઇનામ વિતરણ કાર્યક્રમ ઉપરાંત સેમ-૩ માં સમગ્ર યુનિવર્સિટીમાં પ્રથમ નંબર આવનાર આયશા વોરા તથા અન્ય શૈક્ષણિક તથા સ્પોર્ટ્સ, એન.સી.સી., એન.એસ.એસ તથા અન્ય પ્રવૃત્તિઓમાં શ્રેષ્ઠતા પ્રાપ્ત કરનાર સૌ શ્રેષ્ઠ વિદ્યાર્થીઓને મોમેન્ટો તથા સર્ટિફિકેટ અને રોકડ પુરસ્કાર આપીને બિરદાવ્યા હતા તેમજ કાર્યક્રમને સંગીન બનાવવા સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન થયું હતું. આચાર્યને યુનિવર્સિટીના સેનેટર સભ્ય ઉપરાંત કાશીથી હાંસલ કરેલ ડી.લિટની ઉપાધિ બદલ સન્માનિત કરાયા હતા. ડૉ. કલ્પનાબેન ત્રિવેદીને પણ યુનિવર્સિટીના સેનેટ સભ્ય બદલ સન્માનિત કરાયા હતા. આ ઉપરાંત નવા નિમણૂક પામેલ અધ્યાપક તેમજ નિવૃત કર્મચારીઓનું પણ સન્માન થયું હતું . ઉલ્લેખનીય છે કે કોલેજના અંગ્રેજી વિભાગના અધ્યક્ષા પ્રો.નિશાબેને વ્યાસ કોલેજને વિવિધ પ્રવૃત્તિઓ માટે ચેક તથા દિવ્યાંગ માટે વ્હીલ ચેર તથા પ્રો.એલ.ડી.ચાવડા તરફથી નેશનલ પરેડ માટે પસંદગી પામેલા એન.સી.સી.ના બે ક્રેડર્સને ચેક અર્પણ ર્ક્યા,અન્ય અધ્યાપકઓ એ પણ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત ર્ક્યા હતા, આ ઉપરાંત કોલેજના ભૂતપૂર્વ પ્રાધ્યાપક ડૉ. ઘનશ્યામભાઈ પટેલે પણ ચેક અર્પણ કરી કોલેજ માટે પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. કોલેજની સમગ્ર પ્રવૃત્તિના અહેવાલ ની ઝાંખી કરાવતું મુખ પત્ર ‘સંકલ્પ’ નું પણ સંતો તેમજ મંચસ્થ મહાનુભાવોના વરદ હસ્તે વિમોચન થયું હતું. કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓને આઇસ્ક્રીમના અલ્પાહાર સાથે વિદાય કર્યા હતા. આચાર્યના માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કોલેજના અધ્યાપક ડો. પ્રકાશભાઈ વીંછિયા તથા અધ્યાપક ડો.કલ્પનાબેન ભટ્ટે કર્યું હતું.
નરેશ ગનવાણી : નડિયાદ