નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં ચૈત્ર સુદ એકમે મરાઠી સમાજ ગુડી પડવાની ઉજવણી કરે છે. ઘરના આંગણામાં આજના દિવસે ગુડી એટલે કે ગુટી ધજા ચડાવવામાં આવેલ હોવાથી આજના દિવસને મહારાષ્ટ્રમાં “ગુટી એટલે કે ગુડી પડવો” નામ મળ્યું છે. મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ઉત્તર ભારતમાં આ દિવસથી નવા વર્ષનો પ્રારંભ થાય છે. વૈદિકોનું નવુ વર્ષ પણ ચૈત્ર પડવાના દિવસથી શરૂ થતું આખાય વર્ષોમાં સૌથી ઉત્તમ મૂહૂર્ત ગણી શકાય છે.
આજના દિવસે મરાઠી સમાજની બહેનો ખાસ ગુડી પડવાની પૂજા કરે છે. સાથે સાથે કડવા લીમડાના પાનનું પાણી બનાવી જલ પ્રસાદી તરીકે ગ્રહણ કરે છે.
આજે અહીંયા સૌ ગૃહિણી એકઠી થઈને ઉખાણાંમા પોતાના પતિના નામ લેવામાં આવે છે. નડિયાદ કપડવંજ રોડ પર આવેલ વિજય લક્ષ્મી સોસાયટીમાં આ પર્વની ઉજવણી કરવામાં આવી છે. સંગીતાબેન કદમ જણાવે છે કે, અમારી સમાજની બહેનો આ દિવસે એકઠી થાય છે અને પૂજા કરે છે એ બાદ મનોરંજન કરે છે. આ ઉજવણી પાછળ એક દંતકથા એ પણ છે કે, મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ ભગવાન જ્યારે લંકાથી વિજય મેળવી પરત અયોધ્યા આવતા હતા અને આ સન્માન મહારાષ્ટ્રીયન લોકો આ પર્વની ઉજવણી કરે છે. અમે આજે અહીંયા સૌ ગૃહિણી એકઠી થઈને ઉખાણાંમા પોતાના પતિના નામ લેવામાં આવે છે. આજે અહીંયા અમે ઘર આંગણે આકર્ષક રંગોળી પણ કરી છે.
નરેશ ગનવાણી : નડિયાદ