નડિયાદ સહિત ખેડા જિલ્લામાં સિંધી સમાજ દ્વારા ચેટીચંદ પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવશે જેમાં વિવિધ કાર્યક્રમો યોજાયામા આવશે. ભગવાન શ્રી ઝુલેલાલ ભગવાનની નડિયાદના જવાહર નગરમાં ભવ્ય શોભાયાત્રા પરિક્રમાનું પણ આયોજન કરવામાં આવેલ છે જેમાં મોટી સંખ્યામાં સિંધી સમાજ જોડાશે. શ્રી ઝુલેલાલ ભગવાનની જન્મ જયંતી એટલે કે ચેટીચાંદ પર્વ નિમિત્તે નડિયાદ શહેરના સિંધી સમાજ દ્વારા આ પર્વની હર્ષોઉલ્લાસ તેમજ ભક્તિભાવ તરીકે ઉજવણી કરવામાં આવશે.
નડિયાદમાં આવેલ શ્રીઝુલેલાલ મંદિર રાધા સિંધુ ભવનમાં ત્રણ દિવસનો કાર્યક્રમ કરવામાં આવશે જેમાં તારીખ ૨૩ માર્ચના સવારે ૧૨ કલાકે પૂજ્ય બેહેરાના સાહેબ જેમાં ધાર્મિક કાર્યક્રમો, ભજન કીર્તન ત્યારબાદ કેક કાપીને શ્રીઝુલેલાલ ભગવાનનું જન્મદિવસ ઉજવવામાં આવશે. ત્યારબાદ બપોરે બે કલાકે સિંધી સમાજના પ્રમુખ કુમારભાઈ ટહેલ્યાણી, નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ, ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અજયભાઈ બ્રહમભટ્ટ, અજયભાઈ ટહેલ્યાણી દ્વારા રીબીન કાપીને શોભાયાત્રાનું પ્રારંભ કરાશે. આ શોભાયાત્રા જવાહર નગરની વિવિધ સોસાયટીઓમાં ફરીને રાત્રે ૯ કલાકે શોભાયાત્રાની પૂર્ણાહુતિ કરાશે. ત્યારબાદ રાત્રે ૯ કલાકે નટરાજ કલા મંદિર તથા અનિલ દેવનાણી ડાન્સ ગ્રુપ દ્વારા રંગારંગી પ્રોગ્રામ કરાશે. તારીખ ૨૪ માર્ચના સાંજે ૭:૩૦ કલાકે મહાઆરતી કરવામાં આવશે રાત્રે ૮ કલાકે પૂજ્ય ભંડારા સાહેબ( લંગર )રાત્રે ૯ કલાકે અનિલ દેવનાણી દ્વારા ડાન્સ પ્રોગ્રામ કરવામાં આવશે. ત્યારબાદ ૧૧ કલાકે કોમેડિયન પરમાનંદ પ્યાસી દ્વારા કાર્યક્રમ થશે. તારીખ ૨૫ માર્ચના રાત્રે જવાહર નગર નવજુવાન મંડલ દ્વારા પલવ સાહેબ ત્યારબાદ કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવશે.
નરેશ ગનવાણી : નડિયાદ