Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ મહિલા આર્ટસ કોલેજનો વાર્ષિકોત્સવ અનોખી રીતે ઉજવાયો

Share

નડીઆદના મીલ રોડ વિસ્તારમાં આવેલી સૂરજબા મહિલા આર્ટ્સ કોલેજનો વાર્ષિકોત્સવ આજે અનોખી રીતે ઉજવાઈ ગયો. જેમાં હાસ્ય અદાલત ભરવામાં આવી હતી. આ અદાલતમાં સ્ટુડન્ટે ભેગાં થઇને આચાર્ય અને કોલેજના દરેક સ્ટાફ સામે આરોપો મૂક્યાં હતા, અંતે નકલી નામદાર ન્યાયમૂર્તિએ એનો ચુકાદો પણ આપ્યો. 

ન્યાયમૂર્તિ તરીકે કોલેજના જ પૂર્વ વિદ્યાર્થીની અને નડીઆદ નગરપાલિકાના કાઉન્સિલર પ્રીતીબેન વાઘેલાએ સેવાઓ આપી હતી. તેમણે પોતાના ચુકાદામાં જણાવ્યું કે જે-જે ગુનાઓ સ્ટુડન્ટોએ જણાવ્યા છે તે બહુ સંગીન છે, જે માફ કરી શકાય તેમ નથી. માટે આચાર્ય અને સ્ટાફ અત્યારે જે વર્તન અને પ્રવૃત્તિ કરી રહ્યાં છે તે આગામી પાંચ વર્ષ સુધી કરતા રહે તેવો હાસ્યપ્રદ ચુકાદો તેમણે જણાવ્યો હતો. 

Advertisement

આ સમારંભમાં સંઘર્ષ સાથે જેણે સિધ્ધિ મેળવી છે તેવી દિકરીઓને સન્માનવામાં આવી હતી. ઉપરાંત જે યુનિવર્સીટી અને કૉલેજ રિઝલ્ટમાં ટોપર થઇ તેવી સ્ટુડન્ટને અને વિવિધ સ્પર્ધાઓમાં જે જીતી હોય તેવી ૧૦૦ થી વધુ સ્ટુડન્ટને પણ સન્માનવામાં આવી હતી. જાણીતા દાનવીર, ઉદ્યોગપતિ તરફથી દરે સન્માનિત બહેનોને આકર્ષક ભેટ આપવામાં આવી હતી. સમારંભના અતિથી વિશેષ પદે સરદાર પટેલ યુનિવર્સીટીના વાઈસ ચાન્સેલર ડો.નિરંજન પટેલ ઉપસ્થિત રહ્યાં હતા. તેમણે વિદ્યાર્થીઓને આજના સમયની માંગ અનુસાર યોગ, ઉદ્યોગ અને સહયોગ માટે પ્રેરિત કરી હતી. 
સમારંભમાં ખાસ મહેમાન પદે ઉપસ્થિતિ સુરતના કેપ્ટન મીરાં દવેએ વિદ્યાર્થીની બહેનોને આગળ આવવા પ્રોત્સાહન પૂરું પાડયું હતું. તેમણે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે જીવનમાં સંઘર્ષ, પરિશ્રમ અને મહેનત વગર સફળતા શક્ય જ નથી. મન, કર્મ અને શરીરથી સ્વસ્થ બહેનો જ આગલી પેઢીને મજબૂત બનાવી શકશે. પોતાના સૈનિક જીવનના અનુભવોથી તેમણે કૉલેજની સ્ટુડન્ટને પ્રેરિત કરી હતી.  આ રીતે આજે નડીઆદની મહિલા કોલેજમાં પહેલી વખત મોક કોર્ટ એટલે કે હાસ્ય અદાલત ધ્વારા વાર્ષિકોત્સવની અનોખી ઉજવણી કરવામાં આવી હતી.

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

ભરૂચ : આમ આદમી પાર્ટી દ્વારા લોકોનાં ઓક્સિજન લેવલનું ચેકીંગ કરાયું.

ProudOfGujarat

ભરૂચ : અનુભૂતિ ધામ ખાતે બે દિવસીય એજ્યુકેશન વિગની મીટીંગ અને ટ્રેનિંગ યોજાઇ

ProudOfGujarat

ડે બીફોર નવરાત્રિ ઉજવાય…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!