Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદના સાગર એવન્યુ એપાર્ટમેન્ટમાં મોબાઇલ ટાવર ન નાંખવાની માંગ સાથે જિલ્લા કલેકટરને પાઠવ્યું આવેદન.

Share

નડિયાદના નાગરવાડા ઢાળ પાસેના એક ફ્લેટમાં મોબાઈલનું ટાવર નાંખવામાં આવતા આ વિસ્તારના રહેવાસીઓએ જિલ્લા કલેકટર કચેરીએ જઈ અહીં ટાવર નાંખવાનો વિરોધ કરી આવેદનપત્ર પાઠવ્યું છે.

નડિયાદના નાગરવાડા પાસેના સાગર એવન્યુ એપાર્ટમેન્ટમાં મોબાઈલનું ટાવર નાંખવાનું નક્કી કરાતા આ વિસ્તારના રહેવાસીઓ ખેડા જિલ્લા કલેકટર સમક્ષ લેખિતમાં આવેદનપત્ર પાઠવી રજુઆત કરી છે કે અહીં ટાવર ન નાંખવામાં આવે આ કામગીરીને રોકવા માટેના પ્રયત્ન આ વિસ્તારના સ્થાનિક રહેવાસીઓએ કર્યા હતા અને ટાવરની કંપનીના લોકોને અને કારીગરોને માલસામાનને લઈ જતા રોકવામાં આવ્યા હતા. મોબાઇલના ટાવરનું કામ હાલના સંજોગોમાં રહેવાસીઓએ અટકાવ્યું છે અને નગરવાડા વિસ્તારમાં આ ટાવર નાંખવામાં ન આવે તેવી માંગ જિલ્લા કલેકટર સમક્ષ ફ્લેટના રહીશોએ કરી છે.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

ગારીયાધારમાં પિતા – પુત્ર પર હુમલો: પુત્ર નું મોત 

ProudOfGujarat

પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાની સીધી અસર ચારધામ યાત્રા પર હાવી થશે.

ProudOfGujarat

ભરૂચ : આજથી પ્રારંભ થનાર ધો. 10 તેમજ ધો. 12 ની બોર્ડ પરીક્ષામાં 41080 જેટલા વિદ્યાર્થીઓના ભાવિની કસોટીનું આજથી કાઉન્ટડાઉન શરૂ થયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!