ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, ગુજરાત હાઈકોર્ટ, અમદાવાદ એનઆઇ સુચના મુજબ તથા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જીલ્લા ન્યાયાલય, ખેડા-નડીઆદના ચેરમેન અને મુખ્ય જિલ્લા ન્યાયાધીશ. એ આઈ. રાવલ સાહેબનાં માર્ગદર્શન અનુસાર ફૂલ ટાઈમ સેક્રેટરી જે આર. પંડીત સાહેબનાં નેતૃત્વ હેઠળ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જીલ્લા ન્યાયાલય, ખેડા-નડીઆદ દ્વારા તારીખ “૮ મી માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિન” અન્વયે તા.૦૪ માર્ચ ૨૦૨૩ થી તા.૧૧ માર્ચ ૨૦૨૩ સુધી આંતરરાષ્ટ્રીય મહિલા દિન-સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહેલ છે, જેમાં આ સમયગાળા દરમિયાન વિવિધ સંસ્થાઓ, કંપનીઓ કે જ્યાં મહિલાઓની સંખ્યા હોય ત્યાં મહિલાઓને લાગતાં વિવિધ કાયદાઓ વિશેની વિસ્તૃત માહિતી અને જાણકારી આપવાના હેતુસર કાનૂની જનજાગૃતિ કાર્યક્રમો કરવામાં આવી રહ્યાં છે, જેનાં ભાગરૂપે આજ રોજ નડીઆદ સ્થિત નવિન ખેડા જિલ્લા પંચાયત ભવન ખાતે આવેલ.
પીએટીઇએલ હોલમાં આરોગ્ય ખાતાની આશા વર્કર બહેનો તથા સંકલિત બાળ વિકાસ યોજના હેઠળની આંગણવાડી કાર્યકર બહેનો માટે એક વિશેષ કાનૂની જનજાગૃતિ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આજનાં આ કાનૂની જનજાગૃતિ તાલીમ કાર્યક્રમનાં અધ્યક્ષ એવા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જીલ્લા ન્યાયાલય, ખેડા-નડીઆદના ફૂલ ટાઈમ સેક્રેટરી જે આર. પંડીત દ્વારા કાર્યક્રમનો શુભારંભ કરાવતાં સૌ આશાવર્કર અને આંગણવાડી કાર્યકર બહેનોને સ્વાગત સંબોધન કરતાં જણાવ્યું હતું કે તમે સૌ આશાવર્કર અને આંગણવાડી કાર્યકર બહેનો એ સમાજનાં છેક છેવાડાનાં માણસો સુધી ઘરે ઘરે રૂબરૂ પહોંચીને સેવાઓ પુરી પાડો છો તેથી તમારા માટે આ કાર્યક્રમનું આયોજન કરેલ છે કે જેમાં તમે સૌ મહિલાઓને લાગતાં કાયદાઓની વિસ્તૃત માહિતી અને સમજ મેળવો અને ત્યારબાદ તમે સમાજમાં છેક છેવાડાની બહેનો સુધી ઘરે ઘરે જઈને આ કાયદાકીય જનજાગૃતિનો વ્યાપક પ્રસાર કરો તથા કાયદાકીય મદદની જરૂરીયાત ધરાવતી બહેનોને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા ન્યાયાલય, ખેડા- નડીઆદ દ્વારા કાનૂની સહાય પુરી પાડવાની ભગીરથ કામગીરી બજાવો તેવી અપીલ કરી હતી.
આ કાર્યક્રમમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જીલ્લા ન્યાયાલય, ખેડા-નડીઆદના સિનિયર પેનલ એડવોકેટ ચારૂલત્તા એન. પડીયા તથા ગુજરાત રાજ્ય મહિલા આયોગ સંચાલિત નારી અદાલત ખેડા જિલ્લાનાં ઈન્ચાર્જ જિલ્લા કેઓ-ઓર્ડીનેટર વંદનાબેન વી. મકવાણા દ્વારા મહિલાઓને લગતા વિવિધ કાયદાઓ જેવા કે લગ્ન-છૂટાછેડા, ખાધા ખોરાકી, મહિલાઓનાં મિલકતના અધિકારો, ઘરેલુ હિંસા ધારો, દહેજ-મૃત્યુ, એસિડ એટેક, બળાત્કાર અને જેએએટીઆઇવાય-શારીરિક સતામણી, પોકસો એક્ટની વિસ્તૃત માહિતી સમજ અને તાલીમ આપવામાં આવી હતી તથા કાર્યક્રમનાં અંતે મુક્ત સીએચએઆરસીએચએએ-વિચારણા અને સંવાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આશાવર્કર અને આંગણવાડી કાર્યકર બહેનો સહિત કુલ-૬૦ બહેનોએ હાજર રહી તાલીમ મેળવીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
નરેશ ગનવાણી : નડિયાદ