Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ આરોગ્ય વિભાગની કચેરીમાં પાર્ક કરેલી બે ગાડીઓમાં આગ લાગતાં નાસભાગ મચી.

Share

ખેડા જિલ્લાના વડામથક નડિયાદમાં આગની ઘટના બનતા નાસભાગ મચીગ ગઇ હતી. આ બનાવમાં પાર્ક કરેલ બે વાહનો જેમાં એક સરકારી જીપ તો એક ખાનગી કાર સળગી ભસ્મીભૂત થઈ છે. અંદાજીત ૨૦ ફુટના અંતરે પાર્ક કરેલ આ બંન્ને વાહનો આકસ્મિક રીતે સળગતા અચરજ ફેલાયું છે.

નડિયાદમાં પવન ચક્કી રોડ પર આવેલ જિલ્લા આરોગ્ય વિભાગની કચેરીમાં બુધવારની  આગની ઘટના બની હતી. આરોગ્ય વિભાગના પાર્કિંગમાં પાર્ક કરેલ ફોર વ્હિકલ બે વાહનોમાં અચાનક આગ લાગતાં અહીંયા નાસભાગ મચી ગઇ હતી. જેમાં એક સરકારી જીપ તો અન્ય એક કાર હતી. આ આગમાં બન્ને વાહન બળીને ખાખ થઇ ગયા હતા. આગની જાણ નડિયાદ ફાયરબ્રિગેડને કરવામાં આવતાં બે ફાયર બ્રાઉઝર સાથે ફાયર ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. અને બંન્ને વાહનોમાં લાગેલી આગને કાબુમાં લેવા પાણીનો છંટકાવ કરાયો હતો. આ બનાવમાં સદનસીબે કોઈ જાનહાની સર્જાઈ નહોતી.‌ ફાયર વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે આગ લાગવાનું કોઈ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. પરંતુ અહીંયા આ વાહનો પાર્ક કરાયા છે ત્યાં નજીકમાં સુકા પાંદડાના ઢગલો હતો. જેમાં કોઈ કારણોસર આગ લાગી હશે અને એ બાદ આ બંન્ને વાહનોમાં આગ લાગી હશે તેમ શક્યતા દર્શાવી છે.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

અંકલેશ્વર જી.આઈ.ડી.સીની કેમેટ વેટસ એન્ડ ફલો પ્રાઈવેટ લીમીટેડ કંપનીમાં સીસીટીવી કેમેરાનું વાયરિંગ કરી રહેલા ઈલેક્ટ્રીશયનને વીજ કરંટ લાગતા તેનું સારવાર મળે તે પહેલા જ મોત નીપજ્યું હતું

ProudOfGujarat

ઝઘડીયા : રાજપારડી ચોકડી નજીક માર્ગ પર લાંબા સમયથી મેટલોનાં ઢગલાથી વાહનચાલકોને પડતી હાલાકી.

ProudOfGujarat

ગોધરા: પોપટપુરા ખાતે આયુષ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરનો શુભારંભ કરવામા આવ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!