Proud of Gujarat
FeaturedGujaratINDIA

મહેમદાવાદ પાસે અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર અક્સ્માતમાં એકનું મોત

Share

ખેડા જિલ્લાના અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે મહેમદાવાદ પાસેથી પસાર થતાં આ હાઈવે પર ટ્રેલર પાછળ કાર ઘૂસી જતાં એકનું મોત નિપજ્યું છે. જ્યારે એકને ઈજાઓ પહોંચી છે. આ બનાવ મામલે મહેમદાવાદ પોલીસમાં ફરિયાદ નોંધાઈ જવા પામી છે.

મહેમદાવાદ તાલુકાના માકવા ગામની સીમમાંથી પસાર થતાં અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર ગઇકાલે વહેલી સવારના રોજ અમદાવાદ તરફ જઈ રહેલ પાઈપ ભરેલ ટ્રેલર પાછળ પુરપાટે આવેલ ગાડી જોરદાર અથડાઈ હતી. આ અકસ્માતમાં ટ્રેલર અને ગાડીને નુકસાન થયું હતું. જ્યારે ગાડીના ચાલકને ઈજઓ પહોંચી હતી અને આ ગાડીના બાજુની સીટ પર બેઠેલા વ્યક્તિને ગંભીર ઈજાઓ થતાં તેનું કરુણ મોત નિપજ્યું છે. આ બનાવ
મામલે ટ્રેલરના ચાલક હરદેવસિંહ લખવન્દરસિહ શેખે ઉપરોક્ત ગાડી ચાલક સામે મહેમદાવાદ પોલીસમા ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

ઝઘડિયાનાં જામોલી ગામે ખેતર ખેડવા બાબતે દિયરે ભાભીને માર મારતાં ફરિયાદ નોંધાઈ.

ProudOfGujarat

અમદાવાદની રથયાત્રામાં ગુમ થયેલા 72 લોકોનું “સ્પેશિયલ-56” ટીમે પરિવાર સાથે મિલન કરાવ્યું

ProudOfGujarat

અંકલેશ્વર શહેર પોલીસે રીઢા ચોરને ઝડપી પાડયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!