Proud of Gujarat
FeaturedGujaratINDIA

ડાકોરના લોકમેળામાં પરિવારથી વિખૂટી પડેલી બાળકીનુ પોલીસે પરીવાર સાથે મિલન કરાવ્યું

Share

ખેડા જિલ્લાના પવિત્ર યાત્રાધામ ડાકોરમાં ફાગણી પૂનમનો લોકમેળો ચાલી રહ્યો છે. લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ  મંદિર પરિસર ‘જય રણછોડ’ના નાદથી ગુંજી ઉઠ્યું છે. ત્યારે આ લોકમેળામાં પરિવારથી વિખૂટી પડેલ એક બાળકીનો પરિવાર સાથે પોલીસે મિલન કરાવ્યું છે.

ડાકોર ખાતે ચાલી રહેલ ફાગણી પૂનમ પર્વના મેળામાં આવતા દર્શનાર્થીઓને પૂરતી પોલીસની મદદ મળી રહે તે માટે  પોલીસ મહાનિરીક્ષક અમદાવાદ વિભાગ વી ચંદ્રશેખર તરફથી તેમજ ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક વી. આર. બાજપાઈએ ખેડા જિલ્લાનાઓ દ્વારા ખાસ સુચના કરવામાં આવ્યું હતું. જે અંગે ડાકોર પૂનમ મેળામાં દર્શનાર્થે આવેલ ગેનીબેન અને ભેમાભાઈ રહેવાસી સણસોલી તાલુકો બાલાસિનોર ૧૩ વર્ષની બાળકી તેમની સાથે આવેલ જે વિખુટી પડી જતા તાત્કાલિક મંદિર સેક્ટર ૧ના બંદોબસ્ત ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર વી. જી. પ્રજાપતિ, સી.પી. આઇ. કપડવંજ તથા પો.સબ.ઇન્સ. એસ. વી. ગોસ્વામી પેરોલ ફર્લો સ્કોડ નડિયાદ દ્વારા ભારે જહેમત ઉઠાવી શોધી કાઢી તેણીને પરિવાર સાથે મેળાપ કરાવતા અત્યંત ભાવવિભોર દ્રશ્યો સર્જાયા હતા. આ કામગીરી બદલ આ પરીવારે ખેડા જિલ્લા પોલીસનો આભાર માન્યો હતો.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

છેલ્લા ૭-૮ માસ થી વિદેશી દારૂના ગુનામાં નાસતો ફરતો આરોપી ને ઝડપી પાડતી વિરમગામ ટાઉન પોલીસ

ProudOfGujarat

ભરૂચ નો ગોડી રોડ બન્યો ખાડા રોડ તંત્રની નિષ્ફળતા નો વધુ એક નમૂનો સામે આવ્યો

ProudOfGujarat

ભરૂચ : ચોરીનાં ગુનામાં દોઢ વર્ષથી નાસતા ફરતા રીઢા ચોરને ઝડપી પાડતી પેરોલ ફર્લો સ્કોડ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!