Proud of Gujarat
FeaturedGujaratINDIA

ડાકોરમાં ગોમતી તળાવમાં ન્હાવા પડેલા અમદાવાદના યુવકનુ ડુબી જતાં મોત

Share

ડાકોર શહેરમાં આવેલ ગોમતી તળાવમાં  યુવક ડૂબી ગયો હતો. બનાવની જાણ થતા એનડીઆરએફ ટીમ અને સ્થાનિક પોલીસ આવી તળાવમાં ડુબેલા યુવકને બહાર કાઢી હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં યુવકનુ સારવાર દરમિયાન મોત થયું હતુ. અમદાવાદના વાસણામાં રહેતા ૨૨ વર્ષીય નિખીલ નામનો યુવક તેના મિત્ર સાથે ડાકોર ચાલીને દર્શન કરવા આવ્યો હતો. દરમિયાન રવિવાર ઢળતી સાંજે યુવક ગોમતી તળાવના આંબાવાડી પાસે આવેલ કિનારા પર ન્હાવા પડયો હતો. તે સમયે યુવક તળાવના પાણીમાં ડુબવા લાગ્યો હતો. આ બનાવની જાણ એનડીઆરએફ ટીમને અને ડાકોર પોલીસને થતા બનાવ સ્થળે દોડી આવી હતી. જ્યારે ડાકોર પીઆઈ અને પીએસઆઇએ અંગત ફરજ સમજી યુવાનને સરકારી કારમાં હોસ્પિટલ પહોંચાડ્યો હતો. જ્યાં યુવકનુ સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

ભરૂચ તાલુકા ના તવરા ગામે સોખડા મંદિર ના પ્રેમ સ્વરૂપ સ્વામીની આત્મીય સભા યોજાઈ

ProudOfGujarat

અમરેલીના લાઠી રોડ પર ગેરેજમાં પાર્ક કરેલી બે કારમાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરી.

ProudOfGujarat

મુંબઈની કંપની સાથે કોપર સ્ક્રેપના વેપારીએ 11 લાખની છેતરપિંડી કરતા ફરિયાદ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!