Proud of Gujarat
FeaturedGujaratINDIA

ફાગણી પૂનમના મેળા માટે એસ.ટી વિભાગ વધુ ૪૩૫ બસો દોડાવશે.

Share

ફાગણી પૂનમના મેળાને લઈ એસ.ટી વિભાગ દ્વારા ખાસ બસો દોડાવવામાં આવી રહી છે. અમદાવાદ તરફથી લાખોની સંખ્યામાં પદયાત્રિક ભાવિક ભક્તો યાત્રાધામ ડાકોર આવતા હોય છે. ત્યારે ઘરે પરત ફરતા સમયે પદયાત્રીઓને સગવડ મળી રહે તે માટે એસ.ટી વિભાગ દ્વારા સુચારૂ આયોજન કરવામાં આવ્યું છે.

એસ.ટી વિભાગ દ્વારા ૪૩૫ એક્સ્ટ્રા એસટી બસો ફાળવવામાં આવી છે, જેનું તા.૪ થી ૭ માર્ચના સુધીમાં રાઉન્ડ ધી કલોક સંચાલન કરવામાં આવનાર છે. ડાકોર-કપડવંજ રોડ પર ગુજરી બજાર ખાતે હંગામી એસ.ટી સ્ટેન્ડ પણ ઉભું કરવામાં આવ્યું છે. આ બસ સ્ટેન્ડમાં મુસાફરોની સુવિધા માટે મંડપ તથા પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવનાર છે. અહીંથી પદયાત્રીઓ માટે અમદાવાદ જવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. એસ.ટી વિભાગના વિભાગીય નિયામક  એમ.બી. રાવલ અને ટ્રાફિક સુપ્રિટેન્ડેન્ટ  વી.એચ. કાજીએ જણાવ્યું હતું કે યાત્રાધામ ડાકોરમાં ફાગણી પૂનમનો મેળો ચાર દિવસ સુધી ચાલતો હોય છે. જેમાં ચાર દિવસમાં લાખો લોકો રણછોડરાય ભગવાનના દર્શન કરવા આવતા હોય છે. આટલી મોટી સંખ્યામાં આવતા પદયાત્રિઓને પરત તેમના ગંતવ્ય સ્થાન સુધી પહોચાડવા માટે સુચારૂ વ્યવસ્થા કરવામાં આવે તે જરૂરી હોય છે. જે માટે ૩૭૦ જેટલી એસ.ટી. બસો ફક્ત ડાકોર અમદાવાદ રૂટ માટે ફાળવવામાં આવી છે. જેનું સંચાલન ગુજરી બજાર ખાતેથી કરવામાં આવનાર છે. જ્યારે અન્ય ૬૫ જેટલી બસો વડોદરા, આણંદ અને નડિયાદ તરફ દોડાવવામાં આવશે. જેનું સંચાલન ડાકોર નવા બસ સ્ટેશન ખાતેથી કરવામાં આવનાર છે એમ  એમ.બી. રાવલે જણાવ્યું હતું.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

સૌરાષ્ટ્રમાં જુનાગઢ ખાતે પાકિસ્તાનની મહિલાએ પરીવાર સાથે કર્યું પ્રથમ વખત મતદાન.

ProudOfGujarat

रितिक रोशन ने आईआईटी-जेईई में आनंद कुमार के “सुपर 30” छात्रों को उनकी उपलब्धि पर दी बधाई!

ProudOfGujarat

દહેજ વિસ્તારનાં જોલવા ગામ મુકામે વતન જવાની જીદ સાથે પરપ્રાંતીય કામદારો રોડ પર ઉતરી આવ્યા હતા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!