Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ પાસે બંધ પોલ્ટ્રી ફોર્મમાં પોલીસે દરોડો પાડી ૨૫.૧૮ લાખનો દારૂ જપ્ત કર્યો.

Share

વસો  ટુંડેલ ગામની સીમમાં આવેલા બંધ પોલ્ટ્રી ફોર્મમાં વિદેશી દારૂના કટીંગ પર પોલીસે દરોડો પાડતા શખ્સો ત્યાંથી ફરાર થઈ ગયા હતા. પોલીસે આઈશર, છોટા હાથી, કાર, વિદેશી દારૂ સાથેના કુલ રૂ. ૨૯ લાખ ઉપરાંનો મુદ્દામાલ કબ્જે કરીને નડિયાદના બુટલેગર સહિત વાહનોના માલિક અને દારૂ મોકલનાર સહિત કુલ ૭ વ્યક્તિઓ સામે પ્રોહિબિશનનો ગુનો નોંધાયો છે.

પોલીસને માહિતી મળી હતી કે નડિયાદ તાલુકાના ટુંડેલ ગામની સીમમાં હરખા તલાવડી પાસે આવેલ બંધ પડેલ પોલ્ટ્રી ફાર્મમાં ગેરકાયદે અને પ્રવૃત્તિઓ થઈ રહી છે. તેથી પોલીસે ગતરાત્રે દરોડો પાડતાં પોલ્ટ્રી ફાર્મમાં વિદેશી દારૂનું કટીંગ ચાલતુ હતુ. પોલીસને જોઈને બુટલેગરો હાજર વાહન ચાલકો અંધારાનો લાભ લઈને ફરાર થઈ ગયા હતા. પોલીસે  આઈશર ટ્રક નં. જીજે૨૭, ટીટી-૦૮૩૪, છોટા હાથી તથા ઈકો કાર નં. જીજે-૬, એક્યુ ૮૭૫૪ તેમજ ૨૫ નંગ કાર્ટુનોમાં ચંપલો મળી આવ્યા હતા સાથે આ આઈશર ટ્રકમાં કાર્ટુનોની આડમાં છુપાવેલો વિદેશી દારુની નાની-મોટી બોટલો ૭૬૮૦ મળી કુલ રૂ. ૨૫,૧૮,૮૦૦નો વિદેશી દારૂ તેમજ વાહનો મળી કુલ રૂા. ૨૯,૩૧,૩૦૦નો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

ભરૂચ પંથકમાં મોપેડ ઉપર પિતાની નાનકડાં બાળક સાથે જોખમભરી મુસાફરી…

ProudOfGujarat

ભરૂચનાં ઝાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિરના નર્મદા ઘાટ ખાતે ભક્તો નર્મદા સ્નાન કરવા માટે ઉમટયા

ProudOfGujarat

નડિયાદની કલામંદિર સંસ્થા ખાતે વિશ્વ રંગભૂમિ દિવસની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!