નડિયાદ શહેરમાં સંતરામ મંદિરની પાછળ મધુપુષ્પ એપાર્ટમેન્ટમાં રહેતા ૬૦ વર્ષીય કિરણભાઈ કનુભાઈ પરીખ જે કેટરીનનો વ્યવસાય કરે છે. ગતરોજ સવારે નવ વાગ્યાની આસપાસ તેઓ મેસ્ટ્રો લઈને પોતાના ગોડાઉન પીપલગ ખાતે જવા નીકળ્યા હતા અને ગોડાઉનમાં કામ પતાવી દેરી રોડ પર આવેલ રામ નારાયણ સોસાયટીમાં કેટરીનનુ કામ ચાલતું હોય ત્યાં ગયા હતા. આશરે ૧૧ વાગ્યાની આસપાસ કિરણભાઈ મેસ્ટો પર દેરી રોડ પર આવેલ રામનારાયણ સોસાયટીએ જવા નીકળ્યા હતાં ત્યારે સોસાયટીની બહાર રોડ પર તેમના પાછળથી એક નંબર વગરની ફોર વ્હીલ ગાડી આવી હતી. કિરણભાઈને હાથનો ઇશારો કરી ઉભા રાખ્યાં હતા. કાર ચાલક અને તેની બાજુની સીટ પર બેઠેલો અઘોરી જેવો દેખાતા ઈસમે રસ્તો પુછવાના બહાને કિરણભાઈને નજીક બોલાવ્યા હતા. કિરણભાઈએ જેવું કારના દરવાજે હાથ મુકી માથુ નીચુ કરતા આ અઘોરીનો વેશ ધારણ કરી આવેલા વ્યક્તિએ કિરણભાઈના હાથમાંથી લકી અને ગળામાં પહેરેલો સોનાનો દોરો ઝુટવી ભાગી ગયા હતા. ત્યારબાદ કિરણભાઈએ આસપાસમાં તપાસ કરી પણ મળ્યા નહોતા આખરે આ બનાવ મામલે કિરણભાઈ પરીખે ૧૦ તોલા સોનાની લકી તથા ૧ તોલા સોનાનો દોરો કુલ કિંમત રૂપિયા ૨ લાખ ૪૦ હજાર થાય છે. જેની ફરીયાદ નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશને અજાણ્યા વ્યક્તિઓ સામે નોંધાવી છે.
નરેશ ગનવાણી : નડિયાદ