Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદના પ્રગતિનગરમાં લગ્ન પ્રસંગના મંડપ ઉપર વીજ પોલ પડતા નાસભાગ મચી

Share

નડિયાદમાં આવેલ પ્રગતિ નગરમાં ગત રાત્રીના સમયે જર્જરીત ફ્લેટનું છજ્જુ વિજ વાયરો ઉપર પડયુ હતો જેના લીધે લાઇટ બંધ થઈ ગઈ હતી. સ્થાનિકોએ એમ.જી.વી.સી.એલ ને જાણ કરી હતી.  જ્યારે સવારે માણસો વિજ પોલ નાંખવાની કામગીરી કરવા આવ્યા હતા ત્યા વિજ પોલ નાંખવાની કામગીરી ચાલી રહેલી તે દરમિયાન વિજ પોલ લગ્ન મંડપ ઉપર પડતા મંડપ તુટી ગયો હતો અને નાસભાગ મચી ગઇ હતી સદનસીબે કોઇ જાનહાનિ થઇ ન હતી. આ થાંભલો પડતા જમણવાર બગડતા પરીવારે રોષ વ્યક્ત કર્યો હતો.  પ્રગતિનગરમા રહેતા રિદ્ધિબેન પ્રવિણભાઈ સોલંકીના લગ્નની વિધિ ચાલતી હતી અને બીજી બાજુ એમ.જી.વી.સી.એલે દ્વારા માણસો નવો વિજ પોલ નાંખવાની કામગીરી કરી રહ્યા હતા આ માણસો નશાની હાલતમા કામગીરી કરી રહ્યા હોવાનો આક્ષેપ થયો છે.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

ઝઘડીયા તાલુકાના સારસા ગામે આધારકાર્ડમાં મોબાઇલ નંબર અપડેટ કરવાનો કેમ્પ યોજાયો.

ProudOfGujarat

ઝઘડિયા સુલતાનપુરા ગામના મુસ્લિમ સમાજ દ્વારા નુપુર શર્મા સામે પગલા લેવા આવેદન અપાયું.

ProudOfGujarat

 નેત્રંગ ગ્રામ પંચાયતનાં ૧૯૦ બોર-હેન્ડપંપમાંથી માત્ર ૧૩૦ ચાલુ છે, બાકીમાં પાણી સુકાતા પીવાના પાણીની સમસ્યા ઉદભવી છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!