Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ : કપડવંજમાં સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે વિદેશી દારૂ સાથે ૪ લોકોને ઝડપી પાડયા

Share

કપડવંજ ટાઉન પોલીસ સ્ટેશનની હદમાં ગતરાત્રે સ્ટેટ મોનિટરીંગ સેલ (SMC) વિજલન્સ પોલીસે બાતમીના આધારે ખેડા જિલ્લાના કપડવંજ ટાઉન પોલીસ સ્ટેશનની હદમાંથી SMC ની ટીમે અહીયા આવી કપડવંજ શહેરના મીના બજાર પાસે બારોટ વાડામાં રહેતા રવિભાઈ બારોટના રહેણાંક મકાનમાં દરોડો પાડ્યો હતો. પોલીસે રવિ ઉર્ફે વિકાસ હરેન્દ્રભાઈ બારોટને ઘરની સામેથી પકડી લીધો હતો અને તેની પાસે ઊભેલા અન્ય ઈસમો રામચંદ્ર નારણભાઈ પરમાર, ચિરાગભાઈ મોહનભાઈ પરમાર અને વિજયભાઈ પુનમભાઈ ચૌહાણને પણ દબોચી લીધા હતા. કુલ રૂપિયા ૧ લાખ ૨૪ હજાર ૪૧૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

પોલીસે ઉપરોક્ત તમામ પાસેથી મોબાઇલ, રોકડ રૂપિયા સહિત બે દ્વિ ચક્રી વાહનો કબ્જે કર્યા હતા અને વાહનોની ડીકીમાં તેમજ રવિ ઉર્ફે વિકાસ બારોટ ના મકાનમાં છુપાવેલો વિદેશી દારૂનો જથ્થો કબજે કરાયો હતો. આ જથ્થાની ગણતરી કરતા વિદેશી દારૂની કાચની નાની મોટી બોટલો તેમજ કોવટર બિયર ટીન મળી ૧૯૨ કિંમત રૂપિયા ૨૫ હજાર ૪૦૦ તથા વાહનો અને ઉપરોક્ત મુદ્દામાલ મળી કુલ રૂપિયા ૧ લાખ ૨૪ હજાર ૪૧૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો તે દિશામાં ઝડપાયેલા આરોપીઓની પૂછપરછ કરતા મુખ્ય સૂત્રધાર આરોપી રવિ ઉર્ફે વિકાસ બારોટે જણાવ્યું કે આ દારૂનો જથ્થો અનિલભાઈ ચૌબીસાએ આપેલો હતો. અને હું આ દારૂનો જથ્થો વ્હિકલની ડીકીમા મુકી વેચાણ કરી રહ્યો છું. તો અન્ય આરોપીની પોલીસે તપાસ કરતાં ઝડપાયેલા આરોપી રામચંદ્ર પરમાર પોતે કોઈ નોકરી ન હોવાથી માસિક ૫૦૦ રૂપિયાના વેતનથી અહીંયા બુટલેગર રવિ ઉર્ફે વિકાસ બારોટે પાસે નોકરી કરતો હોવાનું જણાવ્યું છે. જ્યારે અન્ય બે આરોપીઓ સન્ડે હોવાથી દારૂની તલપ લાગતા ખરીદવા આવ્યાં હોવાનું પોલીસ સમક્ષ જણાવ્યું છે. આમ પોલીસે કુલ ૫ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

ઔદ્યોગિક વસાહત શાળા વાપી ખાતે શાળા સલામતી સપ્તાહ ઉજવણીનો કાર્યક્રમ યોજાયો…

ProudOfGujarat

નડિયાદ ટ્રેનમાં મુસાફરોના સામાનની ચોરી કરનાર આરોપી ઝડપાયો

ProudOfGujarat

“આને કહેવાય જન પ્રતિનિધિ” ભરૂચમાં ઠેરઠેર પડેલા ખાડાઓને અર્ધી રાત્રે ઉભા રહી પ્રમુખ અમિત ચાવડાએ પેચ વર્ક કરાવવાની શરૂઆત કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!