Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ સહિત ખેડા જિલ્લામાં શિવરાત્રિ મહોત્સવની આસ્થાભેર ઉજવણી કરાઇ.

Share

ખેડા જિલ્લામાં આવેલા નાના-મોટા એક હજાર ઉપરાંત શિવમંદિરોમા શિવરાત્રિ મહોત્સવ આસ્થાભેર ઉજવાયો હતો. વહેલી સવારથી ભક્તો શિવાલયમાં પહોંચીને ભગવાન ભોળાનાથની આરાધના કરી હતી. ભક્તજનો ભગવાન ભોળાનાથને જળાભિષેક, દૂધ, બિલીપત્ર, શિવમહિમ્ન સ્ત્રોત પાઠ કરીને ધન્યતા અનુભવી હતી.

શિવાલયોને રોશનીથી શણગારમાં આવ્યું હતું. માતરના શંકરાચાર્ય, ઉત્કંઠેશ્વર, ગળતેશ્વર ખાતે દર્શનાર્થીઓનો મહેરામણ ઉમટી પડયો હતો. આ પર્વને લઇને શિવમદિરોને શણગારવામાં આવ્યા છે. નડિયાદ શહેરના માઇ મંદિરમાં આવેલ શિવાલયમાં શિવરાત્રિ નિમિતે પંચકુંડી હોમાત્મક લઘુરૂદ્ર યાગ માઇધર્માચાર્ય હરેન્દ્ર મહારાજના સાનિધ્યમાં સવારે ૯ કલાકે યજ્ઞનો પ્રારંભ થયો હતો. સાંજે ૫.૩૦ કલાકે યજ્ઞની પૂર્ણાહુતિ યોજાશે. કાદરા જયોતિલીંગની મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના મોટાકુંભનાથ મહાદેવ, છાંગેશ્વર મહાદેવ, સંતરામેશ્વર મહાદેવ, જવાહર નગરમાં આવેલ મંદિર ખાતે વહેલી સવારથી ભકતો ઉમટી પડય હતા અને હર..હર મહાદેવ અને ઓમ નમઃ શિવાયના નાદથી ગુંજી ઉઠયા હતા. મોટા મહાદેવ ખાતે રાત્રે ભજન કર્તિન ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત નડિયાદ બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વવિદ્યાલય સહિત જિલ્લાના માતર, વસો સહિત વિવિધ સેન્ટરો ઉપર શિવરાત્રિ મહોત્સવ નિમિતે શિવ અવતરણ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

નડિયાદના ડભાણમાં રામનાથ મહાદેવ મંદિર વિઞિ મહોત્સવ ઉજવાયો હતો. ભગવાન ભોળાનાથની શોભાયાત્રા નીકળી હતી. આ ઉપરાંત વસો તાલુકાના પીમા કપિલેશ્વર મહાદેવ સહિત જિલ્લાના તમામ નાનામોટા શિવમંદિરોમાં વિશેષ પૂજી અર્ચના, યજ્ઞ, ભજનક્તિન સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

કરજણ તાલુકાના ભરથાણા ગામે મારામારીની ઘટનામાં બે ઈસમો વિરૂદ્ધ એટ્રોસિટીની ફરિયાદ નોંધાઇ.

ProudOfGujarat

અંકલેશ્વર શહેર તથા અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનનાં ગુનાઓમાં છેલ્લાં 8 માસથી નાસતો ફરતો આરોપીને એલ.સી.બી. પોલીસે ઝડપી પાડયો હતો.

ProudOfGujarat

નવસારી રોટરી આઈ ઇન્સ્ટિટયૂટ માલીબા નેત્રસંકુલ દ્વારા નેત્રંગ ખાતે નેત્રયજ્ઞ યોજાયો હતો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!