દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વડપણ હેઠળની કેન્દ્ર સરકારના નાણામંત્રી નિર્મલા સીતારમણે ગૃહમાં વર્ષ ૨૦૨૩-૨૪ નું બજેટ રજુ કર્યું. જે અમૃતકાળનું પ્રથમ બજેટ છે, અને વિકસિત ભારતની પરિકલ્પનાને આકાર આપનારું છે એમ આજે નડિયાદ ખાતે ખેડા જીલ્લા ભાજપ કાર્યાલય, કમલમમાં પત્રકાર પરિષદને સંબોધતા કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી અને ખેડા સાંસદ દેવુસિંહ ચૌહાણે જણાવ્યું છે. રાષ્ટ્રનો સર્વાંગી વિકાસ કેવી રીતે થાય, રાષ્ટ્રની તમામ વર્ગોની પ્રજાનું સશક્તિકરણ કરવાના ઉદ્દેશ સાથેનું આ વાર્ષિક બજેટ છે. જેમાં ભારતને આત્મનિર્ભર બનાવવાનો સંકલ્પ પણ સમાવિષ્ટ છે. શ્રદ્ધેય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રજાલક્ષી આર્થિક નીતિઓનું પ્રતિબિંબ પણ બજેટમાં દેખાય છે. વૈશ્વિક મહામારી કોવીડ સામે સુરક્ષાચક્ર પૂરું પાડે તેવી કોવીડ વેક્સીન દેશના ૧૦૨ કરોડ લોકોને વિનામૂલ્યે આપવામાં આવી છે.
ખેડા જીલ્લામાં કૂલ ૪૨.૭૧ લાખ લોકોને આ રસી આપવામાં આવી છે, ઉપરાંત દેશની ૮૧ કરોડ જનતાને વિનામૂલ્યે અનાજની યોજના પણ અમલમાં છે. ખેડા જીલ્લામાં કૂલ ૨,૭૩,૧૨૮ કાર્ડધારકો એટલે કે ૧૫ લાખ જેટલા લોકોને આ યોજનાનો લાભ મળી રહ્યો છે. ખેડા જીલ્લામાં PMAY યોજના હેઠળ છેલ્લા પાંચ વર્ષમાં ૧૩૩૨૩ મકાનોની મંજૂરી મળેલી છે, જે પૈકી ૧૧૮૩૩ મકાનોનું બાંધકામ પૂર્ણ થયું છે, ૧૪૯૦ મકાનોના કામ પ્રગતિ હેઠળ છે. તેના માટે ૧૪૧.૯૯ કરોડનો ખર્ચ થયેલ છે. જીલ્લામાં રૂ.૫૧.૫૦ કરોડ ના ખર્ચે ૧૨૯.૯૪ કીમી.ના રસ્તાની કામગીરી થઇ છે. ખેડા જીલ્લામાં
૩,૦૬,૬૪૨ ખેડૂત કુટુંબોને PM-કિસાન સમ્માન યોજના હેઠળ આવરી લેવાયા છે જેમને અત્યાર સુધી ૭૩૪ કરોડની રકમ ચૂકવાઈ છે. સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ ખેડા જીલ્લામાં કુલ 72,457 ખાતા ખોલવામાં આવ્યા છે. ઉજ્જવલા યોજના હેઠળ ખેડા જીલ્લામાં 1,76,115 કનેક્શન આપવામાં આવ્યા છે. 5G સેવાનો પ્રારંભ દેશના મુખ્ય શહેરોમાં શરુ થયો છે, આગામી સમયમાં દેશમાં 6G નેટવર્ક માટે કામગીરી શરુ થઇ છે. ખેડા જીલ્લામાં જ ગત વર્ષે 700 જેટલા Ev(ઈલેક્ટ્રીકલ વેહિકલાનું રજીસ્ટ્રેશન થયું છે. ખેડા જીલ્લામાં હાલમાં સોલાર રૂફ ટોપના કૂલ 8384 કનેક્શન છે અને સોલાર વીજ ઉત્પાદન માટે વર્ષ 2022 માં 2 કરોડ 89 લાખની રકમ ગ્રાહકોના ખાતામાં જમા થઇ છે.
નરેશ ગનવાણી : નડિયાદ