Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ જિલ્લા ન્યાયાલય દ્વારા નેશનલ લોક અદાલત યોજાઇ.

Share

રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, સુપ્રિમ કોર્ટ, દિલ્હી દ્વારા લોક અદાલતના નિર્ધારિત વાર્ષિક કાર્યક્રમ મુજબ તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, ગુજરાત હાઈકોર્ટ, અમદાવાદના આદેશાનુસાર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા ન્યાયાલય, નડિયાદના ચેરમેન અને મુખ્ય જિલ્લા ન્યાયાધીશ એ આઈ. રાવલના અધ્યક્ષસ્થાને તા.૧૧ ફેબ્રુઆરી ૨૦૨૩, ના રોજ જિલ્લા ન્યાયાલય, નડિયાદ મુકામે આવેલ કોર્ટો સહિત ખેડા જીલ્લાના તમામ તાલુકા મથકે કાર્યરત કોર્ટો ખાતે નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ નેશનલ લોક અદાલત અગાઉ વધુમાં વધુ કેસોનો સમાધાન રાહે નિકાલ કરી શકાય તેવા ઉમદા હેતુસર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા ન્યાયાલય નડિયાદના ફૂલ ટાઈમ સેક્રેટરી જે આર. પંડીત લોક અદાલતના લાભો વિષે માહિતી આપી જણાવ્યું હતું કે લોક અદાલત સમાજ માટે તકરાર નિવારણનો સુવર્ણ માર્ગ છે, લોક અદાલતમાં કેસનો નિકાલ થવાથી બંને પક્ષકારોને ઘરે દીવો પ્રગટે છે, લોક અદાલતમાં કેસોનો નિકાલ-ચુકાદો આખરી હોઈ અપીલની જોગવાઈ હોતી નથી, કોર્ટ ફીની રકમ કોર્ટ ફી એક્ટ મુજબ પરત મળવાપાત્ર છે, અન્ય કોઈ ખર્ચ થતો નથી જેથી વધુમાં વધુ લોકો લાભ લે તેવી અપીલ કરી હતી.  જેના સાર્થક પરિણામ સ્વરૂપ આ નેશનલ લોક અદાલતમાં કોર્ટોમાં ચાલી રહેલા પેન્ડિંગ કેસોમાનાં મોટર વાહન અકસ્માત વળતરના ૨૦૫ કેસોમાં રૂ.૫,૬૨,૮૫,૨૩૦ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ ૧૩૮નાં ચેક રિટર્નના ૯૮૫ કેસોમાં રૂ.૧૩,૫૩,૦૭,૪૪૮ એન.સી. પ્રકારનાં ૨૧૩ કેસો, સ્પેશીયલ સીટિંગ ઓફ મેજીસ્ટ્રેટ કોર્ટમાં લાગુ પડતાં ૨૦૭૮ કેસો, બેંક/મની રિકવરીના ૯૭ કેસોમાં રૂ.૩,૧૨,૩૪,૨૪૯ લગ્નવિષયક દાવાઓના ૨૭૮ કેસોમાં રૂ. ૬૬,૫૩,૨૦૨ વીજળી-પાણી બિલ લેણાંનાં ૨૪૫ કેસોમાં રૂ.૧૭,૨૯,૪૮૫ અન્ય સિવિલ દાવાઓનાં ૧૫૪ કેસોમાં રૂ.૩,૩૨,૬૨,૯૨૫  સમાધાનલાયક તથા અન્ય ક્રિમીનલ કેસોના ૧૦૬ કેસોમાં રૂ.૧૪,૪૦,૯૦૩ તથા ફેમિલી કોર્ટના ૧૮ મળીને ૪૩૭૯ જેટલાં પેન્ડિંગ કેસોની સાથે  રાષ્ટ્રીયકૃત બેંકો, મધ્ય ગુજરાત વીજ કંપની, અન્ય નાણાકીય સંસ્થાઓનાં લેણી રકમના કોર્ટમાં દાખલ નહીં કરાયેલ તેવા પ્રિલિટિગેશન પ્રકારનાં ૪૮૨ કેસો તથા ટ્રાફીક નિયમ ભંગને લગતાં ટ્રાફીક ચલણનાં ૬૯૮ કેસોમાં રૂ.૩,૨૧,૫૦૦  સહિત રૂ.૨૬,૬૨,૩૪,૯૪૨ જેટલી સમાધાન વળતરની રકમનાં કુલ-૫૫૫૯ કેસોનો નિકાલ કરવામાં આવ્યો. આ લોક અદાલતમાં ઉપસ્થિત વકીલશ્રીઓ, બેંકો, વીમા ફાયનાન્સ કંપનીઓ, તથા એસ.ટી. નિગમનાં પ્રતિનિધિઓ તથા પક્ષકારો સહિત તમામના સહયોગથી ઉત્કૃષ્ટ પરિણામ મળેલ છે તેવું જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા ન્યાયાલય, નડિયાદના ચેરમેન અને મુખ્ય જિલ્લા ન્યાયાધીશ  એ આઈ. રાવલે અખબારી યાદીમાં જણાવેલ છે. 

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

ગોધરા : લોકડાઉનનાં માહોલમાં સોનીવાડ વિસ્તારમાં ચાલતા જુગારધામ પર એલસીબીનો દરોડો 6 જુગારીઓ ઝડપાયા.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાના ઉમધરા ગામે તોફાની કપિરાજ પાંજરે પુરાયો.

ProudOfGujarat

અંકલેશ્વર- વિદેશી દારૂના જથ્થા સાથે શહેર પોલીસે એક બુટલેગરને ઝડપી પાડયો…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!