Proud of Gujarat
FeaturedGujaratINDIA

મહુધામાં બંધ હવેલીમાં અચાનક આગ લાગતાં અફરાતફરી મચી.

Share

મહુધામાં આગની ઘટના બનતાં મહુધા અને નડિયાદ ફાયરબ્રિગેડના કર્મચારીઓ દોડી આવ્યા હતા. શહેરમાં સ્વામિનારાયણ મંદિર પાસેની વિસાનીમાં વૈષ્ણવ સમાજની સાત સ્વરૂપની બંધ હવેલીમાં આગ લાગી હતી. આ હવેલીના ઉપરના માળે કોઈ કારણોસર આગ લાગતાં લાકડાની પીઢો હોવાથી આગે જોતજોતામાં ગંભીર સ્વરૂપ ધારણ કર્યું હતું. સ્થાનિકોએ તરત જ ફાયરબ્રિગેડ જાણ કરી આ આગને મહુધા નગરપાલિકાના ફાયરફાયટર અને
નડિયાદ નગરપાલિકાના ફાયર ફાયટર દ્વારા આગ બુઝાવવાની કામગીરી કરવામાં આવી હતી. લગભગ એક કલાકની ભારે જહેમત બાદ આગ પર  કાબુ મેળવી દેવામાં આવ્યો હતો. આ આગ કયા કારણોસર લાગી તે જાણી શકાયુ નથી અને હવેલી બંધ રહેતા કોઈ જાનહાનિ સર્જાઈ નહોતી તેવુ ફાયર વિભાગે જણાવ્યું હતું.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

છોટાઉદેપુર : આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત શાસ્ત્રી બાગ ખાતે રાજ્ય યોગ બોર્ડ દ્વારા મહાયોગ શિબિર યોજાઈ.

ProudOfGujarat

અંકલેશ્વરમાં રંગરસિયા ગરબા અને ગુંજ ગરબા ના મેદાને ખેલૈયાઓ ઝુમી ઉઠ્યા….

ProudOfGujarat

કેન્દ્ર સરકારના અતિમહત્વ ગણાતા બુલેટ ટ્રેન પ્રોજેકટ ફરી ઘોંચમાં પડે તેવી શકયતા સર્જાઈ છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!