નડિયાદ મહાગુજરાત મેડીકલ સોસાયટી સંચાલિત, મગનભાઈ એડનવાલા મહાગુજરાત યુનિવર્સિટી દિનશા પટેલ કોલેજ ઓફ નર્સિંગમાં ગતરોજ કુ. દેવાંશી જોષીનું ગેસ્ટ લેકચરનું આયોજન કરાયુ હતું.
મહાગુજરાત મેડીકલ સોસાયટીના પ્રમુખ દિનશા પટેલ સાથે મીટીંગમાં શાલ ઓઢાડી દેવાંશી જોષીનું સન્માન કરેલ હતું. મગનભાઈ એડનવાલા મહાગુજરાત યુનિવર્સિટીના ઈન્ચાર્જ પ્રોવોસ્ટ ર્ડા. પી. યુ. વૈષ્ણવે મોમેન્ટોથી અને ડાયરેકટર ર્ડા. બી. એચ. શેલતે સ્મૃતિ ભેટથી સન્માન્યા હતા. કુ. દેવાંશી જોષીએ મહાભારત યુદ્ધ વખતે રચાયેલ શ્રીમદ ભગવદ્ ગીતાના અનેક પાત્રો છે તે વિશે સમજ આપી. શ્રીમદ્ ભગવદ્ ગીતામાં આપણા મનમાં
રહેલી અનેક લાગણીઓનું વર્ણન કરેલ છે. તેઓએ અનેક કવિઓ અને લેખકોની પંકિતઓથી ભગવદ્ ગીતાની સમજણ આપેલ હતી. જીવનમાં દરેક વ્યકિતએ એકવાર ભગવદ્ ગીતા વાંચવી જ જોઈએ.
મહાભારત યુધ્ધમાં થયેલ અર્જુન અને શ્રી કૃષ્ણના સંવાદની ખૂબ જ ઊંડાણપૂર્વકની સમજણ આપી હતી. કોલેજના વિદ્યાર્થીઓને ગીતાનું મહત્વ સમજાવવામાં આવ્યું કોલેજના ડાયરકેટર ર્ડા. બી. એચ. શેલત પોતાના પ્રતિભાવ આપેલ હતા. મહાગુજરાત મેડીકલના સભ્ય ર્ડા. હાર્દિક યાજ્ઞિકે પણ પોતાની વાણીથી પ્રતિભાવ આપેલ હતી. કોલેજના વાઈસ પ્રિન્સિપાલ અર્પિતા વૈધે કોલેજના વિદ્યાર્થીઓને ગીતાનું મહત્વ સમજાવી જીવનમાં ઉપયોગી રહેશે તેમ જણાવ્યું હતું.
નરેશ ગનવાણી : નડિયાદ