Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદના સંતરામ નગરના મકાનમાં અચાનક આગ લાગતાં અફરાતફરી મચી

Share

નડિયાદના મંજીપુરા રોડ પર આવેલ સંતરામ નગરના મકાનમાં અચાનક આગ લાગતાં લોકોમાં નાસભાગ મચી ગઇ હતી. નડિયાદ ફાયર વિભાગની ટીમે આવી પાણીનો છંટકાવ કરી આગ પર કાબુ મેળવ્યો હતો. આ ઘટનામાં ઘરવખરી બળીને રાખ થઈ ગઈ.

નડિયાદ શહેરના મંજીપુરા રોડ પર આવેલ સંતરામ નગર ચબુતરી ચોકમાં રહેતા જગદીશભાઇ ગોપાલભાઈના મકાનમાં આજે સવારે આગ લાગી હતી. ઘરમાં શોર્ટ સર્કિટ થતાં આગ લાગતાં દોડધામ મચી ગઇ હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું  જોકે આસપાસના બીજા મકાનો આગની ઝપેટમાં આવે તે પહેલાં નડિયાદ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગને જાણ થતાં ફાયરની ટીમ સ્થળ પર આવી પહોંચીને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવી લીધું હતુ. આ આગના કારણે મકાનમાં  રાખેલ મોટભાગની ઘરવખરી બળીને ખાખ થઇ ગઇ હતી. જોકે સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની સર્જાઈ ન હતી. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. પરંતુ શોર્ટ સર્કિટના કારણે મકાનમાં આગ લાગી હોય તેવું અનુમાન ફાયર વિભાગે કર્યું છે.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

વડોદરા : ફ્રીડમ ગ્રુપ દ્વારા ૧૧૨૧ યુનિટ રકત દાન કરવામાં આવ્યું.

ProudOfGujarat

ગોધરા એપીએમસી પણ કોરોના સામેની જંગમા બન્યું સહભાગી જાણો કેવી રીતે..!

ProudOfGujarat

રાજપીપળા : તિલકવાડાના શીરા ગામમા આવેલ પંડિત દીનદયાલ સરકાર માન્ય વ્યાજબી ભાવની અનાજના દુકાનદારની લુખ્ખી દાદાગીરી સામે ગ્રામજનોમાં રોષ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!