Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ સંતરામ સમાધિસ્થાન દ્વારા ગીતા જ્ઞાન પ્રચાર સત્ર નિમિત્તે ત્રિવિધ સ્પર્ધા યોજાઇ.

Share

શ્રી સંતરામ સમાધિસ્થાન, નડિયાદ દ્વારા ચાલુ વર્ષે ગીતા જ્ઞાન પ્રચાર સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધાર્મિક વિષયો ઉપર ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા તથા ઓનલાઈન પ્રશ્નોત્તરી સ્પર્ધાનું આયોજન ગીતા જયંતીના દીવસે ખેડા તથા આણંદ જિલ્લામાં કરવામાં આવેલ.

આ સ્પર્ધાઓમાં વિજેતા થયેલ વિદ્યાર્થીઓને સંતરામ ઇંગ્લીશ મીડીયમ સ્કુલ, શ્રી સંતરામ સમાધિસ્થાન નડિયાદ ખાતે ઇનામ વિતરણ તથા સેવાથીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ મહંત રામદાસજી મહારાજે આશિર્વચન આપ્યા હતા. વર્ષોથી સંતરામ મંદિરમાં ચાલતા ગીતાના શ્લોકોના પઠનમાં પોતાની નિ:સ્વાર્થ સેવા આપનાર વડીલ સુધાબેન પટેલ ( સુધા ફોઈ ) નું સન્માન પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભાગ લેનાર શાળાઓના પ્રિન્સિપાલઓનુ પણ સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંત કૃષ્ણદાસજી મહારાજ, સંત રામેશ્વર દાસજી મહારાજ, કબીર પંથ ના સંતો, ડો. અલ્પેશભાઈ શાહ ( આણંદ ) હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન સંતરામ કેળવણી મંડળના મંત્રી સંત નિર્ગુણદાસજી મહારાજ દ્વારા કરવામાં આવ્યું હતું.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

નડીયાદમાં જર્જરિત મકાનની ગેલેરીનો કાટમાળ પડતા કારને નુકસાન.

ProudOfGujarat

વિશ્વ આદીવાસી દિવસની ઉજવણી દરમિયાન ચાલુ પ્રવચને વચ્ચે એન્કરિંગ કરતી એન્કર ઉપર સાંસદ મનસુખ વસાવા થયા ગુસ્સે..!

ProudOfGujarat

કરજણમાં સી.સી.આઈ દ્વારા કપાસની ખરીદી બંધ કરાતા ખેડૂતોમાં રોષ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!