Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદમાં એક જ કોમના બે જૂથ વચ્ચે અથડામણ : 7 થી વધુ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત..

Share

ખેડા જિલ્લાના નડિયાદમાં આજે એક જ કુટુંબના બે પિતરાઈ ભાઈઓ સામસામે આવી જતાં મામલો બિચક્યો છે. બે જૂથ વચ્ચે સામસામે ભારે પથ્થર મારો થતાં વાતાવરણ તંગદિલી ભર્યું સર્જાયું છે. ઘટનાની જાણ નડિયાદ પશ્ચિમ પોલીસને થતાં પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આ ઘટનામાં 7 વ્યક્તિઓને ઈજાઓ થઈ છે. પોલીસે ઈજાગ્રસ્તો અને બન્ને પક્ષના લોકોના નિવેદનો લેવાની કામગીરી હાથ ધરી આગળની તપાસ હાથ ધરી છે.

નડિયાદ પશ્ચિમમાં પીજ રોડ નજીક આવેલ ટેલીફોન એક્ષચેન્જ સામેના રાજીવ નગરમાં ગુરુવારની સવારે કોઈ બાબતને લઈ ભારે પથ્થરમારો થયો છે. અહીંયા રહેતા ભરવાડ જ્ઞાતિના બે પિતરાઈ ભાઈઓના જૂથો વચ્ચે કોઈ તકરારને લઈ મામલો બિચક્યો હતો. જે બાદ આક્રોશમાં આવેલા લોકોએ અહીંયા સામસામે પથ્થરમારો કર્યો હતો. જેના કારણે 7 વ્યક્તિઓને નાની મોટી ઈજાઓ થઈ છે. જ્યારે 3 થી વધુ વાહનોને નુકશાન પહોંચ્યું છે. આ ઘટનાની જાણ નડિયાદ પશ્ચિમ પોલીસને થતાં પોલીસ પણ બનાવ સ્થળે દોડી આવી સ્થિતિને સંભાળી લીધી છે. ઘવાયેલા વ્યક્તિઓને નડિયાદ સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. કાળુભાઈ કરસનભાઈ ભરવાડ, નવઘણ કાળાભાઈ ભરવાડ, કમાભાઈ કરસનભાઈ ભરવાડ, ખેંગાર કાળાભાઈ ભરવાડ, ભુરાભાઈ કાળાભાઈ ભરવાડ તમામને શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. જ્યારે રખુબેન રત્નાભાઈ ભરવાડ અને નાની બાળકી શિવાની દેવસિંહભાઈ ભરવાડને નડિયાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા છે.

Advertisement

આ વિસ્તારમાં વાતાવરણ ડહોળાતાં આસપાસ રહેતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. સ્થાનિક પોલીસે બન્ને પક્ષના નિવેદનો લેવાની કામગીરી હાથ ધરી ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી દીધી છે. ઇજાગ્રસ્તોના જણાવ્યા મુજબ ગતરાત્રે શહેરમાં તળાવમાંથી માટી કાઢવાની બાબતમાં તકરાર થઇ હતી. જે બાબતે સમાધાન પણ થઈ ગયું હતું પરંતુ બીજા દિવસે સવારે એકાએક આ જૂથ અથડામણ થતાં મામલો બિચક્યો છે.


Share

Related posts

અંકલેશ્વર – ચૌટા બજાર વિસ્તારમાં ગઈકાલે બનેલ ઘટનાને લઈ અંકલેશ્વરના જાગૃત યુવાન દ્વારા ગેરકાયદેસર દબાણ હટાવવાની માંગ કરવામાં આવી.

ProudOfGujarat

માંગરોળ : વાંકલ બજારમાં લટાર મારવા નીકળેલા પાંચ જણા સામે જાહેરનામાનાં ભંગ બદલ વાંકલ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરી.

ProudOfGujarat

ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના કોંઢ ગામ ખાતે બકરા ઉછેર કેન્દ્ર માંથી દીપડી પાંજરે પુરાતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!