Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ પશ્ચિમ પો.સ્ટે. ખાતે વ્યાજખોર વિરૂદ્ધ જનજાગૃતિ લાવવા લોક દરબાર યોજાયો.

Share

નડિયાદ સહીત જિલ્લામાં વ્યાજખોરોની ચુંગાલમાં સંખ્યાબંધ લોકો સપડાયા છે આવી ચુંગાલમાંથી કેવી રીતે છૂટવું તેમજ અન્ય માહિતી પ્રજાને મળી રહે તેવા ઉમદા હેતુસર નડિયાદ પશ્ચિમ પોલીસે વ્યાજખોરો સામે જાગૃતતા લાવવા માટેલોક દરબારનું આયોજન કર્યુ હતું.

ખેડા જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયાની અધ્યક્ષતામાં નડીયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશન ખાતે  લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પશ્ચિમ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવતા લોકો તેમજ સામાજિક કાર્યકરો હાજર રહ્યા હતા ઉપસ્થિત લોકોને વ્યાજખોરોની ચુગાલમાંથી બચવા તેમજ વ્યાજખોરો સામે જાગૃતતા લાવવા માટે સમજ આપવામાં આવી હતી પ્રજાના પ્રશ્નોનો નિરાકરણ પણ લાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે પોલીસ ઇન્સ્પેકટર વાય.આર.ચૌહાણ સહિત પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

કમોસમી વરસાદમાં ખેડૂતોને થયેલા નુકસાનનો સર્વે કરી સહાય આપવા રાજૂલાના ધારાસભ્યે કૃષિમંત્રીને કરી રજૂઆત

ProudOfGujarat

માંગરોળનાં ઝંખવાવ વાંકલ રોડ પર બુલેટ અને એક્ટિવા વચ્ચે સર્જાયો અકસ્માત.

ProudOfGujarat

ઝઘડિયાના નવી તરસાલી ગામે લાગેલ આગમાં નવ જેટલાં લોકો દાઝયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!