Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદની સી.બી. પટેલ આર્ટસ કોલેજમાં કાવ્ય પઠન અને કાવ્યગાન સ્પર્ધા યોજાઇ.

Share

નડિયાદ એજ્યુકેશન સોસાયટી સંચાલિત સી બી પટેલ આર્ટસ કોલેજમાં વિદ્યાર્થી ઉત્કર્ષ સમિતિ કાર્યરત છે જે અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાય છે. તારીખ ૩૧ જાન્યુઆરીના રોજ વિદ્યાર્થી ઉત્કર્ષ સમિતિ અને ગુજરાતી, હિન્દી તથા અંગ્રેજી વિભાગના સંયુક્ત ઉપક્રમે ‘કાવ્ય પઠન સ્પર્ધા’ અને ‘કાવ્યગાન સ્પર્ધા’ તથા સ્વરચિત કાવ્ય લેખન સ્પર્ધા’ નું આયોજન કરવામાં આવ્યું હતું. ખૂબ જ હર્ષની વાત છે કે આ સ્પર્ધાઓમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને સ્વરચિત કાવ્ય લેખન સ્પર્ધામાં ૧૨ તેમજ કાવ્ય પઠન અને કાવ્ય ગાન સ્પર્ધામાં ૪૮ વિદ્યાર્થીઓ એમ કુલ ૬૦ વિધાર્થીઓએ ભાગ લઈને સુંદર વાતાવરણ ઊભું કરી દીધું હતું. કરુણ રસ, વીર રસ, હાસ્ય રસ અને શૃંગારસથી ભરપૂર કાવ્ય રચનાના પઠન તથા ગાન દ્વારા તેમજ ગઝલનો સુર છેડીને વિધાર્થીઓએ ખૂબ જ રસમય વાતાવરણ ઊભું કરી દીધું હતું. એટલું જ નહીં સ્વયં કોલેજના આચાર્યએ ગઝલ ગાઈને તેમજ ત્રણેય વિભાગના અધ્યક્ષ તેમજ અધ્યાપકોએ પણ કાવ્ય વિશે પોતાની રુચિ પ્રગટ કરી કાવ્ય ગાન અને ગઝલ ગાન કર્યું હતું.

આ કાર્યક્રમમાં કોલેજના આચાર્ય ડો. મહેન્દ્રભાઈ દવે, ગુજરાતી વિભાગના અધ્યક્ષ ડો. કલ્પનાબેન ત્રિવેદી, હિન્દી વિભાગના અધ્યક્ષ ડો.રાનીબેન ગુર સહાની, અંગ્રેજી વિભાગના અધ્યક્ષ પ્રા. નિશાબેન વ્યાસ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ડો. કલ્પનાબેન ત્રિવેદી,ડો. કલ્પનાબેન ભટ્ટ અને પ્રા.નિશાબેન વ્યાસે નિર્ણાયક તરીકેની ભૂમિકા ભજવી હતી. ત્રણે વિભાગના અન્ય અધ્યાપકોએ પણ આ સમગ્ર આયોજનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન એમ.એ માં અભ્યાસ કરતા ગુજરાતી વિભાગના વિદ્યાર્થી ઝાલા આકાશે કર્યું હતું. આમ સમગ્ર સ્પર્ધા ગીત, ગુંજન, કાવ્યરસ,લય અને તાલમાં સુશોભિત થઈને સાર્થક નીવડી હતી.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભા મળી, સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે વિવિધ મુદ્દે આક્રમક ચર્ચા

ProudOfGujarat

સુરેન્દ્રનગર : લીંબડી સેવાસદન ખાતે લીંબડી ધારાસભ્યના અધ્યક્ષસ્થાને 75 માં સ્વાતંત્ર્ય દિવસ આઝાદીનો અમૃત મહોત્સવની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

रितिक रोशन ने आईआईटी-जेईई में आनंद कुमार के “सुपर 30” छात्रों को उनकी उपलब्धि पर दी बधाई!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!