બળાત્કારના કેસમાં નડિયાદની અદાલતે ત્રણ આરોપીઓને દસ વર્ષની સખત સજા તથા દંડ ફટકાર્યો છે. આ કેસમાં આરોપી નરેશ કાંતિભાઈ સોલંકી, કિશન કુમાર સંપતરાવ રાજપુરોહિત બંને જુનાગઢના હોય અને વિશાલકુમાર નટર સિંહ ચૌહાણ જેઓ નડિયાદ આણંદના હોય વર્ષ 2018 ની સાલ માં સવારે 11 વાગ્યે નરેશ સોલંકી એક સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી જઇ ઉત્તરસંડાની એક ઓરડીમાં આરોપી કિશનની પ્રેમિકા મીનાબેન સાથે રાખીને અત્યંત મારી દિવાલમાં માથું પછાડી બળાત્કાર ગુજારી નાસી છૂટ્યા હોય અને ત્યારબાદ બળાત્કાર કરી સગીરાને જામનગર ખાતે મૂકી આવેલ હોય આથી આઇપીસી કલમ 366, 376, 323 506 (2) સહિતની ફરિયાદ દાખલ થયેલ હોય, આ કેસમાં સરકાર તરફે વકીલ પ્રેમ આર તીવારી રોકાયેલા હોય તેઓએ ૧૫ જેટલા મૌખિક પુરાવાઓ અને દસ્તાવેજી પુરાવાઓ એડિશનલ સેશન્સ જજ ડી આર ભટ્ટની કોર્ટમાં રજૂ કરતા સરકારી વકીલની દલીલોને ગ્રાહ્ય રાખીને નડિયાદની અદાલતે ત્રણેય આરોપીઓને આઇપીસી કલમ 366 મુજબ તેમજ 376 મુજબ દસ વર્ષની સખત કેદની સજા અને બળાત્કાર ગુજારનારને રૂપિયા બે લાખનું વળતર ચુકવવાનો ચુકાદો જાહેર કર્યો છે.
નરેશ ગનવાણી : નડિયાદ