Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરાના ડભોઇમાંથી ચોરાયેલ બાઇક સાથે એક ઇસમને ઝડપી પાડતી એલ.સી.બી.

Share

નડિયાદ પોલીસ અધિક્ષક એ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે પેટ્રોલીંગ કરી જીલ્લામાં મિલ્કત સંબંધી ગુનાઓ બનતા અટકાવવા તેમજ બનેલ ગુનાઓ શોધી કાઢવા કરેલ સુચનાની અમલવારીના ભાગરૂપે એલસીબી પોલીસ પેટ્રોલીંગમા હતા તે દરમિયાન બાતમી મળી હતી કે સંતઅન્ના ચોકડી ખાતેથી ઇસમ બાઇક લઇ મહુધા તરફથી આવતા ઇસમને કોર્ડન કરી રોકીને ઇસમ સુશીલકુમાર જગદીશપ્રસાદ પ્રજાપતી રહે.મુળ સુલતાપુર યુ.પી. હાલ રહે. સંગીતા હોટેલ કઠલાલને એક બજાજ કંપનીના પ્લેટીના મોટરસાયકલ તથા એક મોબાઈલ ફોન મળી કુલ રૂ.૨૦ હજાર ૫૦૦ ની સાથે મળી આવતા મોટરસાયકલ બાબતે પુછપરછ કરતા કોઇ સંતોષકારક જવાબ નહિ આપતા ઇસમ અટક કરેલ છે. પકડાયેલ ઇસમને આ બાબતે પુછપરછ કરતા આજથી આશરે પાંચેક દિવસ પહેલા વડોદરા ગ્રામ્ય જીલ્લાના વસઇગામ નવી નગરી ખાતેથી ચોરી કરેલાની કબુલાત કરતા જે બાબતે તપાસ કરતા ડભોઇ પોલીસ સ્ટેશન ગુનો રજીસ્ટર થયેલ.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

ભરૂચ ના વ્હોર વાડ વિસ્તારમાં ત્રણ માળ ની ઇમારત ધરસાય થતા દોડધામ મચી હતી ..

ProudOfGujarat

હાંસોટથી માછીમારી માટે ગયેલા 15 જેટલાં માછીમારો આજરોજ જલાલપોર નવસારીથી હાંસોટ આવતા દરેકને હોમ કોરોન્ટાઇન હેઠળ રાખવામાં આવ્યા છે.

ProudOfGujarat

વલસાડ પત્રકાર વેલ્ફેર એસોસિયેશનના પ્રમુખ પદે ફરી હર્ષદ આહિરની વરણી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!