Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદમાં પુત્રના લગ્ન માટે દોઢ લાખની સામે વ્યાજખોરે વ્યાજ સાથે ૧૫.૫૦ લાખ માંગ્યા

Share

નડિયાદના વિધવા મહિલાએ પુત્રને પરણાવવા દોઢ લાખ વ્યાજખોર પાસેથી લીધા વ્યાજ સાથે ૧૫.૫૦ લાખ વ્યાજખોરે બાકી કાઢ્યા હતાં. જોકે, મહિલાએ વ્યાજ સહિત ૨.૬૫ લાખ ચૂકવી આપ્યાં છે. આમ છતાં પણ ઊંચું વ્યાજનું વળતર બાકી કાઢતાં સમગ્ર મામલે મહિલાએ નડિયાદ ગ્રામ્ય પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

નડિયાદ શહેરના એસઆરપી રોડ પર આવેલા જલારામ પાર્ક સોસાયટીમાં રહેતા ૫૦ વર્ષીય વિધવા મહિલા નયનાબેન સુરેશચંદ્ર પંડ્યાએ પોતાના દીકરાને પરણાવવા માટે પાડોશમાં રહેતા કેતન નારણભાઈ પંચાલ પાસેથી વ્યાજે રૂપિયા ૫૦ હજાર અને પછી રૂપિયા ૧ લાખ ૧૦ ટકાના વ્યાજે લીધા હતા. વિધવા પેન્શનમાંથી અને દીકરો બેંકમાં નોકરી કરી ગુજરાન ચલાવતા હતો. દીકરાના પહેલા લગ્નના એક વર્ષના ટૂંકા ગાળામાં જ છૂટાછેડા
થયા હતા. મહિલાએ પોતાના દિકરાને બીજી વખત પરણાવવા માટે બીજી વખત રૂપિયા એક લાખ કેતન પાસેથી લીધા હતા. ત્યારે વ્યાજખોર કેતન પંચાલે આ મહિલાને જણાવ્યું કે, તમારે તેની અવેજમાં ક્રેડિટ તરીકે કંઈક આપવું પડશે તેથી મહિલાએ પોતાનો પાસે રહેલો સાડા ત્રણ તોલા સોનાના બિસ્કીટ તેમજ મકાનના દસ્તાવેજોની ઝેરોક્ષ કોપી ઉપરાંત એક લાખ રૂપિયાની વીમા પોલિસી આપી હતી. આ ઉપરાંત અગાઉ પણ ૫૦ હજાર લીધા ત્યારે સોનાનું મંગળસૂત્ર સહિત કાનની બુટ્ટી આ વ્યાજખોરને આપી હતી. આટલું આપ્યું છતાં પણ વ્યાજખોર કેતન પંચાલે મહિલા પાસેથી બેંકનો કોરો ચેક સહી કરેલો લીધો હતો. અને સાથે મહિલાએ પોતાના દીકરાના છૂટાછેડાના કાગળિયાઓ ક્રેડિટ તરીકે વ્યાજખોરને આપ્યા હતા. મહિલાએ વ્યાજ સહિત કુલ રૂપિયા ૨ લાખ ૬૫ હજાર આપવા છતાં પણ વ્યાજ સહિત કુલ રૂપિયા ૧૫.૫૦ લાખ બાકી કાઢ્યા હતા. જો કે, મહિલાએ જણાવ્યું કે ઉપરોક્ત દાગીના તથા મકાનના દસ્તાવેજ હોવાથી તમને હું મારું મકાન લખી આપું તેમ જણાવતા વ્યાજખોરે જણાવ્યું કે, મકાનની મારા નાણાં જેટલી કિંમત આવી શકે તેમ નથી, તેથી મારે મકાન જોઈતું નથી, મને મારા રૂપિયા આપી દો. જોકે નાણાં ન મળતા વ્યાજખોર કેતન તથા તેની પત્નીએ આ મહિલાને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આથી આ વિધવા મહિલાએ અંતે સમગ્ર મામલે નડિયાદ ગ્રામ્ય પોલીસમાં વ્યાજખોર કેતન પંચાલ સામે ફરિયાદ નોંધાવી છે.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

વડોદરા કોર્પોરેશન દ્વારા વાસણા ભાયલી ખાતે ફાયર સ્ટેશનનું લોકાર્પણ કરાયું

ProudOfGujarat

એલએન્ડટી ફાઈનાન્સે એશિયન ડેવલપમેન્ટ બેંક (એડીબી) સાથે 125 મિલિયન યુએસડી માટે તેના પ્રથમ ધિરાણ કરાર કર્યા

ProudOfGujarat

વકીલોની સ્વતંત્રતા છીનવી લેતા ચુકાદા ની વિરુદ્ધ માં :આજે ગોધરા સહિત શહેરા વકીલમંડળ દ્વારા કલેક્ટર ને આવેદન પત્ર આપ્યું હતું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!