Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદમાં હિન્દુ અનાથ આશ્રમ ગેરેજ પાસેથી ત્યજી દીધેલ નવજાત બાળકી મળી.

Share

નડીઆદ અનાથ આશ્રમ રોડ પર ગેરેજ આગળ ગઇકાલે વહેલી સવારે કોઈ નિષ્ઠુર મહિલા પોતાની કુખે જન્મેલ બાળકીને મૂકી ગઈ હતી. આ બનાવ અંગે ગેરેજના માલિકે ૧૦૮ મારફત બાળકીને સારવાર માટે નડીઆદ સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતાં. આ અંગે નડિયાદ ટાઉન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

નડિયાદ શહેરમાં હિન્દુ અનાથ આશ્રમ આવેલ છે આ અનાથ આશ્રમ આગળ સોનલ ઓટો મોબાઇલ નામનુ ગેરેજ આવેલ છે. રવિવારે વહેલી સવારે ગેરેજની અંદર ખુલ્લી જગ્યામાં કોઈ નિષ્ઠુર માતા તાજી જન્મેલી બાળકી નગ્ન હાલતમાં મૂકી ગઈ હતી. આ બાળકીનો રડવાનો અવાજ આવતાં ગેરેજમાં રહેતા શેરખાન એ ગેરેજ માલિકને જાણ કરતાં તેઓ તુરંત જ ગેરેજ પર દોડી આવ્યા હતાં. તેમજ સ્થાનિક રહીશો પણ દોડી આવ્યા હતાં. ગેરેજના માલિક કાશીકભાઈ શેખ એ આ બાળકી સતત રડતી હોય તેમજ બેભાન હાલતમાં હોઇ તુરંત જ ૧૦૮ને બોલાવી બાળકીને નડીયાદ સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવી હતી જ્યાં પ્રાથમિક સારવાર કરાવ્યા બાદ આ બાળકીને વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવી હતી.આ બાળકી એક દિવસની હોવાનું જણાઈ આવ્યું હતું. આ બનાવની જાણ થતાં નડિયાદ ટાઉન પોલીસ તુરંત જ ઘટના સ્થળે દોડી આવી હતી. આ નવજાત બાળકી કોની હશે અને કોણ મૂકી ગયું તે અંગે જાત જાતની અટકળો થઇ રહી છે. આ બનાવ અંગે કૌશિક ગુલામહૈદર શેખ રહે. જાસ્મીન પાર્ક,ભોજા તલાવડી નડીઆદ એ જાણ કરતાં નડીઆદ ટાઉન પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

કેવડિયામાં રાજનાથસિંહના આગમનના 2 કલાક પેહલા ટિકિટ બારી બંધ કરાતા પી.આર.ઓ કચેરી પર પથ્થમારો.

ProudOfGujarat

ભરૂચ : બોર્ડની પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે યુવા કોંગ્રેસના મહામંત્રી વસીમ ફડવાલા દ્વારા રજૂઆત કરાઇ.

ProudOfGujarat

આમિર ખાન એ કિરણ રાવને આપ્યા છૂટાછેડા : 15 વર્ષ બાદ પરસ્પર સહમતિથી લીધો નિર્ણય.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!