Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ : પક્ષીઓના હિતને ધ્યાનમાં રાખતા ફસાયેલી પંતગની દોરીનો નિકાલ કરાયો.

Share

જિલ્લા કલેક્ટર કે.એલ. બચાણીની પતંગની દોરીના નિકાલ અંગેની અપીલના અનુસંધાને પક્ષીઓના હિતને ધ્યાનમાં રાખતા ખેડા મામલતદારની આગેવાનીમાં સરકારી કચેરીઓના મકાનોમાં ફસાયેલી પંતગની દોરીનો નિકાલ કરવામાં આવ્યો. આ કાર્યમાં મામલતદાર કચેરી, પોલિસ વિભાગ, નગરપાલિકા સહિતના અધિકારીઓ, કર્મચારીઓએ અને શહેરના જાગૃત નાગરીકોએ જોડાઈને મોટા જથ્થામાં આવી દોરીઓને એકત્રિત કરી તેનો નાશ કર્યો હતો. જિલ્લાના તમામ જીવોની સુખાકારી માટે હર હમેશ ચિંતિત જિલ્લા કલેક્ટર બચાણીએ પક્ષીઓને માળા બનાવવામાં કોઈ તકલીફ ન પડે અને ભૂલથી પણ કોઈ પક્ષી પતંગ કે દોરાના ગુંચડામાં ફસાય નહિ તેની કાળજી લેતા જિલ્લાના તમામ અધિકારીઓ અને કર્મચારીઓને તેમની આસપાસના ઝાડ, રસ્તા, એપાર્ટમેન્ટ, ગલી, મહોલ્લાઓમાં પડી રહેલ દોરીઓનો યોગ્ય નિકાલ કરવા અપીલ કરી હતી.

ઉલ્લેખનીય છે કે ઉતરાયણ તહેવાર પછી આ પ્રકારની લટકતી દોરીઓથી ખાસ કરીને દ્વી-ચક્રી વાહન ચાલકો, વૃદ્ધો, મહિલાઓ અને બાળકોને પણ ઈજા થવાનું જોખમ રહેતું હોય છે માટે તેનો યોગ્ય નિકાલ આવશ્યક છે.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

યુક્રેનથી સંઘર્ષનો સામનો કરી વતન પરત ફરતા નડિયાદની મેઘા ભટ્ટે જણાવી આપવીતી.

ProudOfGujarat

ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર : ધોરણ 10 ના માર્કશીટ માટેની મૂલ્યાંકન પદ્ધતિ નક્કી.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાનાં ઉમલ્લા ગામે પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!