Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ : વડતાલ મંદિર દ્વારા વિદ્યાર્થીઓને પતંગ અને ચીક્કીનું વિતરણ કરાયું.

Share

વડતાલ સ્વામિનારાયણ મંદિર દ્વારા ઉત્તરાયણ પર્વની પૂર્વ સંધ્યાએ ગોકુલધામ નાર સ્વામિનારાયણ ગુરુકુળના સુકદેવ સ્વામીના સૌજન્યથી વડતાલની કુમાર અને કન્યાશાળામાં લક્ષ્મી નારાયણ હાઈસ્કુલ તથા અન્ય સ્કુલમાં અભ્યાસ કરતા ૨ હજારથી વધુ વિદ્યાર્થીઓને પતંગ અને ચિક્કી, બિસ્કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે મંદિરના કોઠારી ડો.સંત સ્વામી એ વિદ્યાર્થીઓને ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરવા જણાવ્યું હતું અને મકાન પર પતંગ પકડવા ન દોડવા તથા વીજ લાઈનથી દુર રહેવા જણાવ્યું હતું. સાથે સાથે સાંજે ધાબા પરથી નીચે આવો ત્યારે દોરીના ટુકડા લાવી નાશ કરવા જણાવ્યું હતું. વડતાલ મંદિરના વહિવટી સહયોગી પૂજ્ય મુનિવલ્લભ સ્વામી, શ્યામવલ્લભ સ્વામી, ઉપરાંત કેતનભાઇ પટેલ USA અને પ્રિતેશભાઇ પટેલ તથા જીગ્ગુભાઇ પટેલના હસ્તે આ પતંગ વિતરણ થયું હતું.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

‘આપ’ ના નેતા અને ગુજરાત જન અધિકાર મંચના પ્રમુખ પ્રવિણ રામ સામે 307 ની કલમ દૂર કરવા સુરત કલેકટરને આવેદનપત્ર.

ProudOfGujarat

નડિયાદના વસોમાં દરજીકામ કરતાં વૃદ્ધ ફેસબુક પર લોભાવણી સ્કીમની લાલચમાં છેતરાયા

ProudOfGujarat

સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે પેરોલ ઉપર છૂટયા બાદ પરત ન ફરી ભાગી છૂટેલ એક ભાગેડુ આરોપીને મુંબઈ ખાતેથી ઝડપી પાડયો હતો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!