Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ : મિત્રાલ ગામમાં એટીએમ બંધ હોવાથી લોકોને હાલાકી

Share

વસો તાલુકાના મિત્રાલ ગામે બેંક ઓફ બરોડા સાથે વિજ્યા બેંક મર્જ થયા બાદ ખાતેદારોની લાઈનો જોવા મળી રહી છે. બેંકનું એટીએમ પણ બંધ હાલતમાં હોવાથી રૂપિયા ઉપાડવા અને જમા કરાવવા માટે ખાતેદારોને લાઈનોમા ઉભા રહેવું પડતું હોવાની ફરિયાદ ઉઠી છે. મિત્રાલ ગામમાં અગાઉ વિજયા બેન્ક અને બેન્ક ઓફ બરોડાની જુદી જુદી શાખાઓ હતી. બંને બેંકોનું વિલીનીકરણ થતા ખાતેદારોની સંખ્યા 8,800 પર પહોંચી ગઈ છે. એક તરફ એક બેંક બંધ થઈ ગઈ, જ્યારે બીજી તરફ એટીએમ મશીન પણ છાસવારે બંધ થઈ ગયા છે. ગામમાં છેલ્લા ત્રણ મહીનાથી એટીએમ મશીન બંધ હોય લોકોને નાણાં ઉપાડવા ઘણી મુશ્કેલી પડી રહી છે. બેંકમાં નાણાકીય લેવડદેવડ ઉપરાંત ખેતી વિષયક તેમજ ધંધા રોજગારની લોન, શાળાની શિષ્યવૃત્તિ, વીમા યોજના જેવી કામગીરીનું પણ ભારણ રહેતું હોય છે. ત્યારે એટીએમ મશીનનું રીપેરીંગ કરવા અવાર નવાર રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતા ખાતેદારોમાં રોષ વ્યાપ્યો છે.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

વલણમાં મદ્રેસાનો વાર્ષિક ઇનામી જલ્સો યોજાયો…

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં કેમ્પા યોજના હેઠળ ગોધરા વન વિભાગ દ્વારા કરાયેલી સુંદર કામગીરી જાણો વધુ.

ProudOfGujarat

સમગ્ર શિક્ષા, સુરત અને સુરત કોર્પોરેશન આયોજિત એડોલેશન્ટ એજ્યુકેશન પ્રોગ્રામ ‘ઉજાશ ભણી’ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!