નડિયાદ પાસેના એક્સપ્રેસ હાઈવે પર એક પ્રાઈવેટ કંપનીની લક્ઝરી બસમાં આગ લાગતાં ભારે દોડધામ મચી ગઇ હતી.
અમદાવાદથી મુંબઈ તરફ જતી પ્રાઇવેટ કંપનીની બસમાં નડિયાદ એક્સપ્રેસ હાઈવે પાસે શોર્ટ સર્કિટના કારણે બસમાં આગ લાગી હોય, આગ લાગતાની સાથે બસના ડ્રાઇવર અને કંડકટર પેસેન્જરોને રામ ભરોસે છોડીને નાસી છૂટ્યા હોય જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હોય પરંતુ બસમાં બેઠેલા ૩૫ જેટલા મુસાફરો એ સમય સૂચકતા વાપરીને તાત્કાલિક ધોરણે સ્વબચાવ કરીને બસની બહાર નીકળી ગયા હતા. ઘણા મુસાફરોએ બારીમાંથી જીવ બચાવવા માટે છલાંગ પણ લગાવી હતી, સદનસીબે કોઈ પણ પેસેન્જરને કોઈ જાનહાની થઈ નથી.મુસાફરોનો તમામ સામાન બળીને ખાખ થઈ ગયો હતો. ફાયરબ્રિગેડને કોલ કરતા ફાયર ફાયટરો તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે પહોંચી આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી તેમજ નડિયાદ ટ્રાફિક પોલીસ પણ આગની ઘટના બાદ સ્થળ પર પહોંચી હતી આગ લાગવાને કારણે અમદાવાદથી વડોદરા જવા તરફ જતા આ માર્ગને એક કલાક સુધી બંધ રાખવામાં આવ્યો હતો જેના કારણે હાઇવે પરથી પસાર થતી એસ.ટીની બસો અને પ્રાઇવેટ વાહનોને ભારે મુશ્કેલીનો સામનો પણ કરવો પડ્યો હતો. શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે તેમજ આ ઘટનાના પગલે નડિયાદ ટ્રાફિક પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
નરેશ ગનવાણી : નડિયાદ