Proud of Gujarat
FeaturedGujaratINDIA

મહેમદાવાદના ખાત્રજ પાસે અજાણ્યા વાહનની ટક્કરે બે નાં મોત

Share

મહેમદાવાદના ખાત્રજ સીમ વિસ્તારમાં મોટરસાયકલ લઈને નીકળેલા બે મિત્રોને અકસ્માત નડતા આ બંનેનું ઘટના સ્થળે જ મોત થયું હતું.મહેમદાવાદ પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મહેમદાવાદ તાલુકાના માકવા ગામે રહેતા ૩૧ વર્ષીય વિજયભાઈ ગોવિંદભાઈ હરીજન ગામમા રહેતા તેમના મિત્ર ભરતભાઈ નવઘણભાઈ ભોઈએ વિજયભાઈનુ મોટર સાયકલ લઈને ગતરોજ સાંજના પોતાના મિત્ર ભાવેશભાઈ બાબુભાઈ તળપદાને બેસાડી મહેમદાવાદના ખાત્રજ સીમ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે કોઈ અજાણ્યા વાહને મોટરસાયકલને ટક્કર મારી હતી. મોટરસાયકલ પર ભરતભાઈ અને ભાવેશભાઈ તળપદા બંને રોડ ઉપર પટકાયા હતા. જેના કારણે શરીરે બંનેને ગંભીર ઇજાઓ થતા સ્થળ પર મોત નીપજયું હતું. મહેમદાવાદ પોલીસે વિજયભાઈ હરિજનની ફરિયાદના આધારે ગુનો નોંધી અજાણ્યા વાહનચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

આમોદ નગરપાલિકામાં ત્રણ વોર્ડના સભ્યોની ચૂંટણીનું પરિણામ : ભારતીય જનતા પાર્ટીના રાજીનામુ મુકેલ પાંચ સભ્યોમાંથી એક સીટ અપક્ષે આંચકી

ProudOfGujarat

જૂની જીથરડી ખાતે જુગાર રમતા પાંચ ઈસમો ૧૧૪૨૦ ના મુદ્દા માલ સાથે ઝડપાયા

ProudOfGujarat

નાંદોદ તાલુકાનાં લાછરસ ગામેથી ગેરકાયદેસર ખેરનાં લાકડા ભરેલ બોલેરો પિકઅપ ઝડપાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!