Proud of Gujarat
FeaturedGujaratINDIA

મહેમદાવાદમાં બેફામ બનેલા ટ્રક ચાલકે ત્રણ વાહનોને ટક્કર મારતા એક ઇજાગ્રસ્ત.

Share

મહેમદાવાદ શહેરમાં ટ્રક ચાલકે રીક્ષા, બાઈક અને આઇસરને ટક્કર મારી ખેડા બ્રિજ તરફ ભાગ્યો હતો. ટ્રક ચાલકે લાઈટના થાંભલા પણ પાડી દીધા હતા. ખેડા શહેરમાં ટેકરીયા વિસ્તારથી વિરોલ દરવાજા તરફ આ ટ્રક ચાલક પસાર થઈ રહ્યો હતો ત્યારે તેણે ૧૦ જેટલા લાઈટના થાંભલાને ટક્કર મારતા પબ્લિક તેની પાછળ દોડી હતી. પબ્લિકનો અવાજ સાંભળી ટ્રક ચાલકે ટ્રક વધુ સ્પીડમાં દોડાવતા રસ્તામાં બાઈક અને રીક્ષાને પણ અડફેટે લીધી હતી. પોલીસે ખેડા બ્રિજ પાસે આઇશર આડી કરાવી રોકવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આ ટ્રક ચાલાકે આઇસરને પણ ટક્કર મારતા ટ્રક ત્યાં જ ઉભો થઈ ગયો હતો. જે ઘટનામાં ટ્રક ચાલકને ગંભીર ઈજા થઈ હતી. પ્રાથમિક સારવાર બાદ ચાલકને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે. જ્યાં જરૂરી ટેસ્ટ અને સારવાર પણ કરાવવામાં આવશે.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

પાલેજ સ્થિત હજરત પીર શાહુદ્દીન – બહાઉદ્દીન રહમતુલાહ અલયહેની દરગાહ શરીફ પર સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઇ.

ProudOfGujarat

જંબુસરની રેફરલ હોસ્પિટલમાં હવે માત્ર ઓપીડી વિભાગ જ કાર્યરત રહેશે…જાણો કેમ?

ProudOfGujarat

સ્ટેચ્યુ ને જોડતો અંકલેશ્વર રાજપીપલા ધોરીમાર્ગ બિસ્માર બનતા હાલાકી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!