Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ : ખાનગી ટ્રાવેલ્સની બસમાંથી એક ઇસમ તમંચા સાથે ઝડપાયો.

Share

ગળતેશ્વરના મહારાજના મુવાડા નવી ચેકપોસ્ટ પાસેથી ખાનગી ટ્રાવેલ્સ બસમાંથી દેશી તમંચા સાથે ઇસમ ઝડપાયો. સેવાલીયા પોલીસે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગતરાત્રે સેવાલિયા પોલીસના માણસો અમદાવાદ-ઈન્દોર હાઈવે પર ગળતેશ્વરના મહારાજના મુવાડા નવી ચેકપોસ્ટ પાસે વોચમાં હતા. આ દરમિયાન ગોધરા તરફથી આવતી વૈષ્ણવ ટ્રાવેલ્સવાળી ખાનગી બસને અટકાવી હતી. તેમાં એક મુસાફરને શંકાના આધારે પુછતાછ કરી હતી. પ્રાથમિક પુછપરછમાં તેણે પોતાનું નામ રાજારામ ભગરીલાલ રાજપુત (રહે.થાનાઅંબા, મધ્યપ્રદેશ, હાલ રહે. અમદાવાદ) હોવાનું જણાવ્યું હતું. તેણે પોતાની સાથે રાખેલી બેગમાં દેશી તમંચો મળી આવ્યો હતો. જેની કિંમત રૂપિયા 5 હજાર તથા રોકડ રૂપિયા અને મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા ૧૦ હજાર ૩૭૦ નો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે આ અંગે આરોપી રાજારામ ભગરીલાલ રાજપુત સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લા પંચાયત ખાતે નવા વરાયેલા પ્રમુખ ઉપપ્રમુખ દ્વારા ચેરમેન શ્રી ઓની વરણી માટેની સભામાં કોંગ્રેસના જ સસ્પેન્ડેડ એક સભ્ય દ્વારા હોબાળો મચાવાયો હતો.જેના કારણે એક સમયે સભા ખંડ માં માહોલ ગરમાયો હતો…..

ProudOfGujarat

આણંદ : 1485 બાળકો ખાનગી શાળાને ટાટા બાય બાય કરી સરકારી શાળામાં પ્રવેશ્યાં.

ProudOfGujarat

અંકલેશ્વરમાં આવેલ જીઆઇએલ કંપનીમાં કામદારનું રહસ્યમય મોત થતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!