Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ : કપડવંજના દાસલવાડા પાસે ટ્રેક્ટરની ટ્રોલી પાછળ એસટી બસ ઘૂસી જતાં ૨૦ ને ઇજા

Share

નડિયાદ કપડવંજ રોડ પર દાસલવાડા પાસે લાકડા ભરેલા ટ્રેક્ટરની ટ્રોલી પાછળ એસટી બસ ઘૂસી ગઈ હતી. જેના કારણે બસમાં બેઠેલા મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. એસટી બસમાં સવાર ૬૦ મુસાફરો પૈકી ૨૦ જેટલા મુસાફરોને નાની-મોટી ઇજાઓ થઇ હતી. તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા.

નડિયાદ કપડવંજ રોડ પર શનિવારની વહેલી સવારે દાસલવાડા પાસે એસટી બસ અને ટ્રેકટર વચ્ચે અકસ્માત થયો હતો.અહીંયાથી પસાર થઈ રહેલી એ.સટી બસ આગળ જઈ રહેલા લાકડા ભરેલા ટ્રેક્ટરની ટ્રોલી પાછળ ઘૂસી ગઈ હતી. એસ.ટી બસમાં સવાર અસરે ૬૦ મુસાફરો હતા આમાં કેટલાક વિદ્યાર્થીઓ પણ હતા જેમાંથી ૨૦ જેટલા મુસાફરોને શરીરે નાની-મોટી ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્તોને ૧૦૮ મારફતે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. ડ્રાઈવરના જણાવ્યા મુજબ સવારે ગાઢ ધુમ્મસ હોવાને કારણે આગળ જઈ રહેલું ટ્રેક્ટર ન દેખાતાં આ આકસ્માત સર્જાયો હતો. આ બનાવની જાણ પોલીસને કરવામાં આવતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

વાગરાના ચાંચવેલ આંબુવાડી ગ્રાઉન્ડ નજીક નહેરમાં મગર દેખાતા સ્થાનિકોમાં ભયનો માહોલ

ProudOfGujarat

પેટ્રોલ ડિઝલના ભાવમાં ઘટાડો થતાં અન્ય ચીજવસ્તુઓના ભાવ ઘટાડવા વેપારી વર્ગને અનુરોધ કરતાં ઝઘડીયા ભાજપા અગ્રણી રશ્મિકાંત પંડ્યા.

ProudOfGujarat

આમોદ : પરિણીતાએ સાસરિયાઓનાં ત્રાસથી આપઘાત કર્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!