ધર્મસિંહ દેસાઈ યુનિવર્સીટીના ફાર્મસી વિભાગના બી. ફાર્મ. કોર્ષના છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓ માટે મેન્ટલ હેલ્થ પર એક પરિસંવાદ તા. ૨૮ અને બુધવારના રોજ યોજાયો હતો. આ પરિસંવાદનું આયોજન માનસિક રોગ વિભાગ, સિવિલ હોસ્પિટલ, નડીઆદ અને માનસ ચેરિટેબલ ટ્રસ્ટ, નડીઆદના સંયુક્ત ઉપક્રમે ચાલતા “નેસનલ મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ” અંતર્ગત કરવામાં આવ્યું હતું જેમાં ટ્રસ્ટ તરફથી હાર્દિક પારેખ, અંજના માહોર તથા પ્રદીપ મકવાણા દ્વારા વિદ્યાર્થીઓને મેન્ટલ હેલ્થ વિષે રોચક માહિતી આપી હતી. આ સંદર્ભે ફાર્મસીના વિદ્યાર્થી હિત દેત્રોજા એ જણાવેલું કે આ પરિસંવાદથી અલગ-અલગ પરિસ્થિતીમાં કઈ રીતે માનસિક સંતુલન રાખવું તે સારી રીતે જાણવા મળ્યું.
નરેશ ગનવાણી
Advertisement