Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદમાં રાજ્યકક્ષાની અંડર-૧૧ એથ્લેટિક્સ મીટનો કરાયો શુભારંભ.

Share

આઝાદીના અમૃત મહોત્સવ નિમિતે ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી, ગાંધીનગરના વિદ્યાનિકેતન વિભાગ અને સ્વર્ણિમ ગુજરાત રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ, સ્વર્ણિમ ગુજરાત સ્પોટર્સ યુનિવર્સિટી તેમજ ગુજરાત સ્ટેટ એથ્લેટિક્સિના સહયોગથી રાજ્યકક્ષાની અંડર-૧૧ એથ્લેટિક્સ મીટનો શુભારંભ સ્પોટર્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના ડાયરેક્ટર જનરલ સંદીપ પ્રધાન અને ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના કુલપતિ હર્ષદભાઈ શાહએ કર્યો હતો.

આ પ્રસંગે ડાયરેક્ટર જનરલ સંદીપ પ્રધાનએ જણાવ્યું હતું કે, રાજયકક્ષાની અંડર-૧૯ એથ્લેટિકસ મીટ-૨૦૨૨ માં ૭ હજાર ઉપરાંતના ખેલાડીઓનું રજિસ્ટ્રેશન થયું છે. રમત-ગમતથી બાળકોમાં એકાગ્રતા અને ગ્રહણશક્તિ કેળવાય છે ત્યારે રમત-ગમતનું જીવનમાં અને શિક્ષણમાં મહત્વ ખુબ છે. વધુમાં તેઓએ મીટ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીએ બાળકોના સર્વાંગી વિકાસ માટે કામ કરતી વિશ્વની અજોડ યુનિવર્સિટી છે. રમત ગમત બાળકના વિકાસનો મહત્વનો આયામ હોવાથી ભવિષ્યની ૨૦૩૬ ની ઓલિમ્પિકમાં ભારતને વધુ સારી સિદ્ધિ મળે તે માટે આ ઐતિહાસિક મીટનું આગવું આયોજન કરાયું છે.

ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના કુલપતિ હર્ષદભાઈ શાહએ જણાવ્યું હતું કે, રાજ્યના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિના મંત્રાલય તેમજ સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી તથા ગુજરાત સ્ટેટ એથ્લેટિક્સના સહયોગથી આગમી તા.૧૦ મી માર્ચ સુધી આ મીટનું આયોજન છે. આ સ્પર્ધામાં કુલ ૧૧ લાખનાં ઇનામો આપવાનું આયોજન છે. દરેક ઇવેન્ટમાં ટોપ ટેનમાં આવનારા ખેલાડીઓને રોકડ પુરસ્કાર અપાશે.

Advertisement

આ પ્રસંગ દરમિયાન ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના આસિ. પ્રોફેસર ડૉ. મહેન્દ્ર પટેલ અને ડૉ. કેશુભાઇ મોરસાણિયા દ્વારા લખાયેલ ૧૦૦૦થી વધુ ભારતીય રમતો’ લેખીત પુસ્તકનું વિમોચન કરાયું હતું.

આ મીટની રૂપરેખા તેમજ સમગ્ર સંકલન વિદ્યાનિકેતનના અધ્યક્ષ ડૉ. કુણાલ પંચાલ તથા આસિ. પ્રોફેસર ડૉ. મહેન્દ્ર પટેલે કર્યું હતું.

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

ભરૂચ : સરકારી સ્કીમનો લાભ લ્યો, નહી તો વાગી જશે સિલ, બાકી પડતા વેરા વસુલાત મામલે નગરપાલિકાની લાલ આંખ, સીલ મારવાની કામગીરી પુરજોશમાં..!!

ProudOfGujarat

ભરૂચ : ઝાડેશ્વર ખાતે આવેલ ગાયત્રી મંદિર પાસે નર્મદા નદીના કાદવમાં ગાયનું દોઢ કલાક રેસ્ક્યુ : ફાયર બ્રિગેડની ટીમોએ ભારે જહેમત ઉઠાવી.

ProudOfGujarat

અંકલેશ્વરના પાનોલી ગામમાં “મોડલ આંગણવાડી” નું ઉદ્ઘાટન સહ અર્પણવિધિ સમારોહ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!