Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ : કપડવંજના બસ સ્ટેન્ડ પાસે બેકાબુ ટ્રકે ઉભેલી બે રીક્ષાને અડફેટે લેતાં એકનું મોત

Share

નડિયાદ કપડવંજના બસ સ્ટેન્ડ પાસે આવેલી બેકાબુ ટ્રકે પાર્કીંગમા ઉભેલી બે રીક્ષાને અડફેટે લીધી હતી. જેથી એક રીક્ષામાં પેસેન્જરની રાહ જોઈ રીક્ષામા બેઠેલા રીક્ષા ચાલકને કચડી દેતાં આ વ્યક્તિનુ ઘટનાસ્થળે મોત થયું છે. કપડવંજ ટાઉન પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

કપડવંજ શહેરના બસ સ્ટેન્ડ સામે ગતરાત્રે ડાકોર ચોકડી તરફથી આવતી ટ્રકના ચાલકે પોતાનું વાહન પાર્કીંગમા ઉભી રહેલી બે રીક્ષાઓને અડફેટે લીધી હતી. જેના કારણે આ બન્ને રીક્ષાનો કચ્ચરઘાણ વળી ગયો હતો. આ અકસ્માતમાં ઉપરોક્ત બે પૈકીના ચાલક સલીમભાઈ ઈબ્રાહીમભાઈ શેખ પેસેન્જરની
રાહ જોઈ રીક્ષામા બેઠેલા હતા. આ દરમિયાન આ ટ્રકે રીક્ષા ચાલકને કચડી દેતાં તેઓનુ ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. સલીમભાઈને ટ્રક ચાલકે ટ્રકના પાછળના ડાબી સાઈડના વ્હીલમાં કચડી દીધો હતો. અકસ્માત કર્યા બાદ ટ્રક ચાલક વાહન મુકી ત્યાંથી નાસી ગયો હતો. આ બનાવ સંદર્ભે મરણ જનારના સગાભાઈ મુનીરભાઈની ફરીયાદના આધારે કપડવંજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

નરેશ ગનવાણી

Advertisement

Share

Related posts

રાજ્‍યકક્ષાના સહકાર, રમતગમત યુવક સાંસ્‍કૃતિક વિભાગના મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલના અધ્‍યક્ષતામાં કૃષિ મેળો યોજાશે

ProudOfGujarat

ઝઘડિયાની કંપનીમાં જેસીબી મશીન લાવવા બાબતે બે કોન્ટ્રાક્ટરો બાખડયા.

ProudOfGujarat

શામળાજી પોલીસે ફિલ્મીઢબે પીછો કરી બ્રેઝા અને ઇકો કારમાંથી 4.30 લાખનો વિદેશી દારૂ ઝડપ્યો, બુટલેગરો ફરાર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!