Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ : ગળતેશ્વરના સેવાલિયામાં રાહદારીને બાઇકે ટક્કર મારતાં મોત.

Share

ગળતેશ્વરના સેવાલિયા ગામે મોટરસાયકલ એ રસ્તે જતા રાહદારીને ટક્કર મારી હતી જેના કારણે આ રાહદારીનું ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. સેવાલીયા પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ગળતેશ્વર તાલુકાના સેવાલિયા ગામે રામનગર સોસાયટીમાં રહેતા પ્રભાતભાઈ લખાભાઈ ઠાકોર દરિયાઈ સોસાયટીમાં રાત્રિના સમયે વોચમેનની નોકરી
કરે છે. ગત ૨૫મી ડિસેમ્બરના રોજ તેઓ રાત્રે નોકરી ઉપર ગયા હતા અને બીજા દિવસ વહેલી સવારે તેઓ પોતાના ઘરે ચાલીને આવી રહ્યા હતા.
ત્યારે દીપ કોમ્પ્લેક્સ સામે આવતા પુરપાટે આવી રહેલ મોટરસાયકલના ચાલક વસંતકુમાર જયેશભાઈ પટેલ (રહે.વનોડા, ગળતેશ્વર)એ ઉપરોક્ત પ્રભાતભાઇ ઠાકોરને ટક્કર મારી હતી. જેના કારણે પ્રભાતભાઈ રોડ ઉપર પટકાતા શરીરને ગંભીર ઇજાઓ પહોંચી હતી આસપાસના લોકોએ ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ઘાયલ પ્રભાતભાઇને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેઓનું મોત નિપજ્યું હતું. આ બનાવ સંદર્ભે મરણજનારના પુત્ર શૈલેષભાઈ ઠાકોરે વાહનચાલક સામે સેવાલિયા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

આજે બીજા દિવસે પણ ભરૂચ જિલ્લામાં ધુમ્મસ નું વાતાવરણ શું સૂચવે છે ??

ProudOfGujarat

વડોદરામાં પારુલ યુનિવર્સિટીમાં PMO અધિકારી હોવાની ખોટી ઓળખ આપી છેતરવાનો પ્રયાસ કર્યો

ProudOfGujarat

ભરૂચના મકતમપુર ગામ ખાતે હજરત સૈયદ મખદુમ શાહ સરફુદીન મશહદી બાવાનો 636 મો ઉર્સ ઉજવાશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!