Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદમાં અજાણ્યા વાહનની ટક્કરે બાઈક ચાલકનું મોત.

Share

માતરના લીંબાસીમાં રહેતા આધેડ બાઇક લઇ ખેતરે જતા અજાણ્યા વાહન ચાલકે અડફેટે મારતા સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. આ સમગ્ર બનાવ અંગે સ્થાનિક પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે.

માતરના લીંબાસીમાં રહેતા અજીતભાઇ પ્રભુદાસ મકવાણા ઉં.વ. 49 રવિવાર સવારે બાઇક લઇ ખેતરના કામે જવા નીકળ્યા હતા દરમિયાન શેખુપુર તરફ જવાના રસ્તા પર પસાર થતા હતા ત્યારે અજાણ્યા વાહન ચાલકે અજીતભાઇના બાઇકને ટક્કર મારતા તેને શરીરે ગંભીર ઈજાઓ થતાં ૧૦૮ દ્વારા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવની જાણ નાના ભાઈ દિનેશને થતા તેઓ હોસ્પિટલ પહોંચ્યા હતા. ત્યાંથી અજીતભાઈને સીટી સ્કેન માટે નડિયાદ આવ્યા હતા. જ્યા અજિતભાઈએ હલનચલન બંધ કરી દેતા તેમને તાત્કાલિક લીંબાસી સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. ત્યારે ફરજ પરના તબીબે અજીતભાઈને તપાસી મૃત જાહેર કર્યા હતા. આ સમગ્ર બનાવ અંગે લીંબાસી પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરૂધ્ધ ગુનો વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

માંગરોળ : આંબાવાડી તાલુકા પંચાયતનાં ઉમેદવાર તૃપ્તિબેન મૈસુરીયાનો ભવ્ય વિજય થતા વિજય સરઘસ ચાર ગામોમાં નીકળ્યું.

ProudOfGujarat

સુરેન્દ્રનગર : ચુડા તાલુકાનાં કારોલ ગામે ઈલેક્ટ્રીક શોટ લગતા એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજયું હતું.

ProudOfGujarat

ડેડીયાપાડા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કોરોનામાં મૃત્યુ પામેલાના પરિજનોને 4 લાખનું વળતર મળે તે માટે આવેદન આપ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!